• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં “ફિટ ઇન્ડિયા” ચિત્ર સ્પર્ધાનું આયોજન*

*પ્રથમ વિજેતાને રૂા.૨૫,૦૦૦/-, દ્વિતિયને રૂા.૧૫,૦૦૦/-, તૃતિયને રૂા. ૧૦,૦૦૦/-નું ઇનામ અપાશે*રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, મોરબી દ્વારા સંયુક્ત ઉપક્રમે “ફિટ ઇન્ડિયા” ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ ચિત્ર સ્પર્ધામાં ૧૮ થી ૨૫ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધકે એ-૪ સાઈઝના (૮.૩”×૧૧.૭”) સાઈઝના ડ્રોઈંગ પેપર પર “ફિટ ઈન્ડિયા” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરવાની રહેશે. તૈયાર કરેલ કૃતિની પાછળની બાજુ નામ, સરનામું, જન્મતારીખ, સંપર્ક નંબર લખીને તા.૩૦/૦૧/૨૦૨૧ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી રૂમનં. ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ ખાતે કુરિયર અથવા પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે. વધુ વિગતો માટે કચેરીના બુધાભાઈ નાકીયા ૯૭૧૪૯-૦૪૬૬૯ તથા નિરતિબેન અંતાણી ૮૧૪૧૪૭૩૮૬૦ ને ૧૨-૦૦ થી ૦૫-૦૦ વાગ્યા સુધીમાં સંપર્ક કરી શકશે. જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાઃ- તા.૧૨/૦૧/૨૦૨૧ થી તા.૩૦/૦૧/૨૦૨૧ અને રાજય કક્ષાની ચિત્ર સ્પર્ધાઃ- તા.૧૧/૦૨/૨૦૨૧ રોજ યોજવામાં આવશે.

 

રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે, તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા.૨૫,૦૦૦/-, દ્વિતિય વિજેતાને રૂા.૧૫,૦૦૦/-, તૃતિય વિજેતાને રૂા. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂા.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે.

 

આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ    https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK_ensUaz-g પરથી મળી શકશે તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI NEWS:ભગવાન પરશુરામજી શોભાયાત્રાનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન*

editor

*HELLO MORBI:15 જુલાઈ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રવકતા અને ગીર સોમનાથ જિલ્લા યુવા કોંગ્રેસ નાં પ્રભારી દેવેન્દ્રસિંહ જાડેજા નો જન્મ દિવસ*

editor

*ખંભાળિયા એસટી ડેપો ખાતે એસટી મજદૂર સંઘની કારોબારી ની મીટીંગ યોજાઇ*

Hello Morbi

Leave a Comment