• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બેટી બચાઓ બેટી પઢાઓ શિક્ષણ માં અભિરુચિ વધારવા વિજ્ઞાન કાર્ય ક્રમ નું આયોજન*

બેટી બચાવો….બેટી પઢાવો

શિક્ષણમાં અભિરુચિ વધારતા વિજ્ઞાન કાર્યક્રમનું આયોજન

ધ્રોલ વિસ્તારની ૧૧ થી ૧૮ વર્ષની અભ્યાસ છોડી દીધેલ ૧૦૦ જેટલી બહેનો સામેલ

 

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરીત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર – ધ્રોલ દ્વારા મહિલા-બાળ અધિકારી કચેરી, જામનગર અને ICDS –ધ્રોલના સહયોગથી ધ્રોલ વિસ્તારની ૧૧ થી ૧૮ વર્ષની આશરે ૧૦૦ જેટલી બહેનો કે જેઓએ અભ્યાસ છોડી દીધેલ છે અને તેઓને શિક્ષણમાં અભિરુચિ વધારવા માટે વિજ્ઞાનકેન્દ્ર–ધ્રોલ સ્થળે “બેટી બચાવો…બેટી પઢાવો…” અંતર્ગત શિક્ષણમાં અભિરૂચી વધારતો વિજ્ઞાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમમાં વિજ્ઞાનકેન્દ્રનાં તજજ્ઞ ડો.સંજય પંડ્યા દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ, અંધશ્રદ્ધા નિર્મૂલન, પ્લાસ્ટિક બોટલના ફરી ઉપયોગ પ્રવૃતિનું પ્રાયોગિક નિદર્શન કરાવી તેઓનું તેને શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું. સાથે તેઓની આ સેમિનાર અનુલક્ષી એક ટેસ્ટ લેવામાં આવી હતી. શ્રેષ્ઠને પારિતોષિક અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે વર્ષ ૧૧ થી ૧૮ ની બહેનો માટેની યોજનાની ચર્ચા ધ્રોલ તાલુકાના ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. નર્મદાબેન ઠોરીયા, દહેજ પ્રતિબંધક અધિકારી – જામનગરનાં હંસાબેન, ડીવીઝનલ કો-ઓર્ડીનેટર શ્રેયશભાઈ જોશી, સખી વન્સ સ્ટોપ સેન્ટરનાં કો-ઓર્ડીનેટર દક્ષાબેન, જિલ્લા કો-ઓર્ડીનેટર સેખપૂર્ણાનાં મેઘલબેન દ્વારા કરવામાં આવેલ. સંસ્થાના સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરિયાએ શિક્ષણ અને પોષણ મેળવવાની પ્રેરણા બહેનોને આપેલ. કાર્યક્રમનાં સફળ આયોજનમાં આઈ.સી.ડી.એસ. – ધ્રોલનાં અમીનભાઈ, મહેબુબભાઈ, પુજાબેને સારી જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ થકી સામેલ બાળાઓને તેના જીવન ઉપયોગી પ્રવૃતિઓનું નિદર્શન કરાવતા તેઓને એવો અહેસાસ થયો કે જો ભણતર હશે તો આપણે આપણા જીવનમાં જાગૃત બની તંદુરસ્ત, અંધશ્રદ્ધા મુક્ત, પ્રદુષણમુક્ત રહીશું. આ સમાજ ઉપયોગી કાર્યને અસરકારક બનાવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી હરસુખભાઈ મહેતા અને ટ્રસ્ટીશ્રી ધર્મેશભાઈ મહેતાએ કાર્યક્રમમાં સામેલ થનાર તમામને અભિનંદન પાઠવવામાં આવેલ……..

શરદ એમ.રાવલ… હડિયાણા.

Related posts

*HELLO MORBI:*સુરક્ષિત સલામત રહેવા, કોઈ જોખમ ના લેવા અને બિનજરૂરી બહાર ના નીકળવા અંગે મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની અપીલ*

editor

*રાજકોટ ના ગૌરીદડ ગામ ખાતે લેવાયો સંપૂર્ણ લોક ડાઉન નો નિર્ણય*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા અને સીટી એ ડિવિઝન પોલીસ મથકના ગુન્હામાં ફરાર આરોપી ને ઝડપી લેતી મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

Leave a Comment