• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી વીજળી કર્મીઓની તમામ માગણીઓ સરકાર દ્વારા સ્વીકારાતા હાલ હડતાલ નો સુખદ અંત આવેલ છે*

મોરબી: ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં તથા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલની હાજરીમાં “ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ પ્રમુખો ગોરધનભાઇ ઝડફીયા, ભરતભાઇ પંડયા, ભરતભાઇ ડાંગર, ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર, જીયુવીએનએલ મેનેજીંગ ડાયરેકટર શાહમીના હુશેન, મુનશી, રાય સર્વેની તથા તમામ યુનિયનો/ એસોસીએશનના હોદ્દેદારોની હાજરીમાં ખુબજ સુલેહભર્યા વાતાવરણમાં નિખાલસતાથી ચર્ચા વિચારણા મિટીંગ મળી હતી. આ મિટિંગને અંતે વિજકર્મી યુનિયનોની તમામ માંગણીઓનો સ્વીકાર થતા હાલ ચાલી રહેલી હડતાળ સમેટાઈ છે અને આવનારા દિવસોમાં તમામ વિજકર્મીઓનો એકસાથે માસ સી.એલ. પર જવાનો કાર્યક્રમ પણ રદ કરેલ છે.                              જીયુવીએનએલના તમામ વિજકર્મચારીઓ, અધિકારીઓ, ઈજનેરોની લાગણી અને માગણીઓના અનુસંધાને તારીખ ૦૧/૦૧/૨૦૨૧થી ( છઠ્ઠા પગારના ભથ્થાઓ મુજબ) સાતમા પગાર પંચના બેઝિક પર તમામ ભથ્થાઓ ૦.૮ના ગુણાંકથી ચુકવવા ઉપરોક્ત બેઠકમાં મંજુરી આપેલ છે. સાથોસાથ તારીખ ૦૧/૦૧/૨૦૧૬થી અસરથી ચડતર ભથ્થાઓનું એરીયર્સ દસ હપ્તામાં ચુકવણુ કરવામાં આવશે. જેનો સરકારે વિશ્વાસ આપતા તમામ વિજકર્મીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. સુધારેલ પરીપત્ર વહેલી તકે ઉર્જા ખાતા દ્વારા બહાર પાડવામાં આવશે.

Related posts

*જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષાના ઓનલાઇન રમકડાં મેળામાં જોડિયા તાલુકાના શિક્ષકો છવાયા*

Hello Morbi

*મોરબી જિલ્લા માં કેનાલો અને ધોરીયા ના અધૂરા કામ તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત*

Hello Morbi

*મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, સામાજીક અગ્રણી નિર્મિતભાઈ કક્કડ સહીતના લોહાણા સમાજ ના આગેવાનો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની હાજરી માં ભાજપ નાં જોડાયા.*

Hello Morbi

Leave a Comment