• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી ના ભાગરૂપે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત મોરબી અને તાલુકા હેલ્થ ઓફિસ ટંકારા ના સયુંકત ઉપક્રમે આઈ.ટી.આઈ. ટંકારા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયુ*

ટંકારા: (નૈમિષ સેજપાલ ટંકારા) આજ રોજ તા.૩૧/૦૫/૨૦૨૩ ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી ના ભાગરૂપે આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત મોરબી અને તાલુકા હેલ્થ ઓફિસ ટંકારા ના સયુંકત ઉપક્રમે આઈ.ટી.આઈ. ટંકારા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં આર.બી.એસ.કે. ડો.વિશાલ તેરૈયા દ્વારા વિધાર્થીઓને તમાકુના વ્યસનની શારીરિક અસરો, વ્યસનથી થતાં રોગો, અને તેની આડઅસરો વગેરે બાબતો પર માર્ગદર્શન આપેલ, ત્યારબાદ તાલુકા હેલ્થ સુપરવાઈઝર પટેલ હિતેષભાઈ દ્વારા વિધાર્થીઓને તમાકુના લીધે થતાં આર્થિક નુકશાન અને સમાજ પર પડતી ભયાનક અસરો ના મુદ્દા પર વિસ્તુત ચર્ચા કરેલ, અને દરેક વિધાર્થીઓ તથા સ્ટાફ ને વ્યસનમુક્તિ અંગેના શપથ લેવડાવેલ, ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસ ટંકારા દ્વારા અમરાપર રોડ પર આવેલું સૂર્યજીત ઇન્ડિયા વિનાયલ ફેક્ટરીના મજુરોને પણ તમાકુના વ્યસનની અસરો અંગે માર્ગદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમમાં આઈ.ટી.આઈ. ટંકારામાંથી તેના આચાર્ય સાહેબ એચ.જે.દવે, સુપરવાઈઝર દીપેશ દોશી તથા તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*ઉના: વિદ્યાર્થીઓએ માંગણી સંદર્ભે નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું.*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાશે.*

editor

કરછ ના ધોરડો ખાતે ગૃહ મંત્રી અમિતભાઈ શાહ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર ગૃહ મંત્રી પ્રદીસિંહ જાડેજા વાસણભાઇ આહિર સહિતના મહાનુભાવો ની હાજરીમાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ યોજાયો

Hello Morbi

Leave a Comment