• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગાંધીનગરમાં છેતરપીંડીના ગુનાનો આરોપી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ના હાથે ઝડપાયો*

મોરબી : મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા ગાંધીનગર સેકટર-21 પોલીસ સ્ટેશનના છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

 

મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પોલીસને ખાનગી રાહે મળેલ હકીકત આધારે ગાંધીનગર સેકટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપીંડીના ગુન્હામાં નાસતા-ફરતો આરોપી અવેશ ઉર્ફે આવેશ સીદીકભાઇ મોવર (ઉ.વ. 46, રહે. માળીયા, હાલ રહે. મોરબી, વાવડી રોડ, ક્રીષ્ના પાર્ક સોસાયટી)ને આજે તા. 18ના રોજ મોરબીમાં વાવડી રોડ ઉપરથી પકડી પાડવામાં આવ્યો છે. તેમજ તેને આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી ગાંધીનગર સેકટર-21 પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે. આમ, એલ.સી.બી.ને છેલ્લા સાત માસથી છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ પ્રાગટ્ય દિવસ ની ભવ્યથી દિવ્ય ઉજવણીનું જાજરમાન આયોજન*

editor

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવા માં આવશે.*

editor

*HELLO MORBI NEWS:લગ્નની લાલચ આપી રૂપીયા-એકલાખ પડાવી છેતરપીંડી આચરી છેલ્લા ત્રણેકમહીનાથી ફરાર મુખ્ય સ્ત્રી આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment