મોરબી : મોરબી જિલ્લામાં પોલીસની અવિરતપણે ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે બુધવારે જિલ્લામાં ટ્રાફિકના નીયમોના ભંગ કરતા રીક્ષા, બાઈક સહિતના વાહન ચાલકો પોલીસની ઝપટે ચઢ્યા હતા. અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા ટ્રાફિક શાખા અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટાફ દ્વારા બુધવારે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસે એમવીએ એકટનો ભંગ બદલ 8 કેસ કરીને રૂ.4 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ એમવીએ એનસી એકટના ભંગ બદલ 78 કેસ કરીને રૂ.41200 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અને આઈપીસી 279 કલમ હેઠળ 2 કેસ તેમજ આઈપીસી 283 કલમ હેઠળ 5 કેસ અને આઈપીસી 185 કલમ હેઠળ 1 કેસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત આડેધડ વાહન પાર્કિગ બદલ 13 વાહનો ટોઇંગ કરવામાં આવ્યા હતા અને આ વાહન ચાલકો પાસેથી રૂ.2600 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
