• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા : આંગણવાડી કાર્યકર મહિલાઓને ‘માતા યશોદા’ એવોર્ડ આપી સન્માનિત કરાયા*

ટંકારા : ગત તારીખ 9 ના રોજ ટંકારા તાલુકાના લજાઇ ગામમાં આવેલ છે સેજા ખાતે સ્ત્રી સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેજાના સુપરવાઇઝર રાજેશ્રીબેન એમ. ત્રિવેદી તથા આંગણવાડી કાર્યકર બહેનોના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.

 

જેમાં સારેસા લાભુબેન જયંતીભાઈ (ટંકારા તાલુકા પંચાયત સભ્ય), ટીડીઓ ભીમાણીભાઈ (ટંકારા), ભાવનાબેન ચારોલા (ઇન્ચાર્જ CDPO ટંકારા), 108 મહિલા હેલ્પલાઇન ટીમ, દિવ્યાબેન પરમાર (સામાજિક કાર્યકર), પૂજાબેન કોરીંગા (આર્યસમાજ કાર્યકર), પૂજાબેન (તલાટી-કમ-મંત્રી લજાઈ) ત્રિવેદી રાજેશ્રીબેન (લજાઈ ગ્રુપ સુપરવાઇઝર) હાજર રહ્યા હતા.

 

આ કાર્યક્રમમા રાજપરા મોનિકા તળશીભાઇએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ સ્નેહા હસમુખભાઈ મારુએ ‘મારી લાડલી’ને તથા ‘નન્હી સી પ્યારી સી આઈ થી કોઈ પરી’ ગીત ગાય એ લોકોના દિલ જીતી લીધા હતા. પૂજાબેન કોરીંગાએ ‘પ્રાચીન કાળમાં તથા આધુનિક સમયમાં સ્ત્રીઓની સ્થિતિ’ બાબતનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. દિવ્યાબેન પરમારે ‘નારીને અબળા ના સમજો, નારી અબળા છે.’ એવું નારીશક્તિને બિરદાવતું ગીત ગાયું હતું.

 

ત્યારબાદ નિવૃત્ત આંગણવાડી કાર્યકર મહિલાઓને સાડી આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર તથા હેલ્પરને તેની શ્રેષ્ઠ કામગીરી બદલ ‘માતા યશોદા’ એવોર્ડ આપી તેઓનું સન્માન કરવામાં આવેલ હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીની નવયુગ કોલેજ દ્વારા ભવ્ય સ્પેસ એક્સિબિશન યોજાયું*

editor

*મોરબી નગર પાલિકા વિસ્તાર માં આવતો રણછોડ નગર એરીયા ને ભૂગર્ભ ગટર અને સફાઈ કામ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતા કીડી બાવરવા*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના* *ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

editor

Leave a Comment