• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારામાં ઋષિ મહોત્સવ યોજાયો*

*નૈમિષ સેજપાલ દ્વારા*ટંકારામાં ઋષિ મહોત્સવ યોજાયો પ્રભાતફેરી ,ધ્વજારોહણ , સામવેદ યજ્ઞની પુર્ણાહુતી તથા શ્રદ્ધાંજલિ સભા યોજાઇ

 

સિક્કિમના રાજ્યપાલ ગંગાપ્રસાદજી એ મહર્ષિ દયાનંદ ને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.

 

મહાન ક્રાંતિકારી આર્ય સમાજના સ્થાપક શ્રી મહર્ષિ દયાનંદ નો ઋષિ બોધોત્સ્વ તેમની જન્મભૂમિમાં દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. ટંકારામાં તા.10 તથા 11ના રોજ આ વર્ષે કોરોના ની મહામારી ના કારણે સીમિત લોકોની હાજરીમાં યોજાયેલ .

 

તારીખ 10 તથા 11 ના રોજ આર્ય સમાજ ટંકારા, આર્યવીર દળ તથા આર્ય વીરાંગના દળ દ્વારા પ્રભાતફેરી યોજાયેલ. જગકો જગાનેવાલા આર્ય સમાજ હૈ ના નારા થી ટંકારા ગુંજી ઉઠેલ .

 

દિલ્હીથી આર્યવીર દળ ના 60 મોટર સાયકલ સવારો ટંકારા, મહર્ષિ ની પવિત્ર જન્મભૂમિમાં પધારેલ. શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ના મંત્રી અજય સહગલ, ઉપદેશક વિદ્યાલયના આચાર્ય રામદેવજી તથા વ્યવસ્થાપક રમેશભાઈ મહેતા દ્વારા હાર્દિક સ્વાગત કરાયેલ.

 

આજે સવારે સિક્કિમના રાજ્યપાલ શ્રી ગંગા પ્રશાદજી ઋષિ બોધોત્સવમાં પધારેલ. તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયેલ. રાજ્યપાલ ગંગા પ્રસાદજી એ યજ્ઞમાં ભાગ લીધેલ અને આહુતી અર્પણ કરેલ. રાજ્યપાલ ગંગા પ્રસાદજી ના વરદ હસ્તે ઓમધ્વજ નું ધ્વજારોહણ કરાયેલ. રાજ્યપાલ ગંગાપ્રસાદ જી એ મહર્ષિ દયાનંદ ની જન્મભુમી ના દર્શન કરેલ. રાજ્યપાલ ગંગા પ્રસાદજી એ મહર્ષિ દયાનંદની પોતાની ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ. તેમણે જણાવેલ કે મહર્ષિ ની પવિત્ર જન્મભૂમિ ના પાવન દર્શનથી મારું જીવન ધન્ય બન્યું છે. તેમણે જણાવેલ સિક્કિમમાં આર્ય ધર્મપાલજી એમ. ડી. એચ. મસાલા ના સહયોગથી રૂપિયા બે કરોડના ખર્ચે વૈદિક આશ્રમ બની રહેલ છે. મહર્ષિ દયાનંદ ના વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કરેલ.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

editor

*વાંકાનેરમાં ત્રણ મહિલાઓ સહિત હાર જીતના જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડતી વાંકાનેર સીટી પોલીસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;મોરબીની નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન અને જિલ્લા કોર્ટની મુલાકાત લીધી*

editor

Leave a Comment