• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બકરી ઈદ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું.*

આગામી સમયમાં આવનાર મુસ્લિમોના તહેવાર બકરી ઈદ શાંતિથી કોમી એખલાસ સાથે ઉજવાય તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર જમીયતે ઉલ્માએ હિન્દ, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ , ગ્લોબલ ઇમામ કાઉન્સિલ,મર્સી ફાઉન્ડેશન તથા મુસ્લિમ આગેવાનો મારફતે આણંદ જિલ્લા પોલીસ વડા શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. તેમજ બકરી ઈદ નિમિત્તે કુરબાની માટે બહાર ગામથી લાવવા લઈ જવામા આવતા જાનવરોની હેરાફેરી સમયે કોઈપણ પ્રકારની હેરાનગતિ કે

કનળગત ન થાય તેવી પોલીસ તંત્ર દ્વારા જોગવાઈ કરવામાં આવે તે માટે જમીયતે ઉલ્માએ હિન્દ ના મહામંત્રી એમ.જી ગુજરાતી મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના સિરાજ ભાઈ કુરેશી,નસરુદ્દીન રાઠોડ,સમીર ભાઈ પેન્ટર,ગ્લોબલ ઇમામ કાઉન્સિલના મૌલાના લુકમાન તારાપૂરી,મુફ્તીસૌબાન, મર્સી ફાઉન્ડેશન ના મોલ્વી અબ્દુલ કુદ્દુશ તથા મુસ્લિમ અગ્રણી અયુબભાઇ બતોલા, આકીબ વ્હોરા તથા સમાજના અન્ય આગેવાનો તરફથી જિલ્લા પોલીસ વડા શ્રી ને રજૂઆત કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસ વડા શ્રી એ ધાર્મિક તહેવાર શાંતિથી ઉજવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે તેવી ખાત્રી આપી હતી

Related posts

*HELLO MORBI: સફાઇ કામદાર શ્રમજીવી વ્યક્તિને ભૂગર્ભ ગટર ખાળકૂવા સેફ્ટીટેન્ક કે એવી કોઈ જગ્યાએ સફાઇ કરાવવા કે ઊંડે ઉતારવા પર પ્રતિબંધ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: વિડજા પરિવાર દ્વારા શિવકથાનું ભવ્યથી દિવ્ય જાજરમાન આયોજન*

editor

*ટંકારા થી વાંકાનેર તરફના ગ્રામ્ય વિસ્તારો ના માર્ગ બન્યા જોખમી! અકસ્માતનો સતત ભય*

Hello Morbi

Leave a Comment