• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સફાઇ કામદાર શ્રમજીવી વ્યક્તિને ભૂગર્ભ ગટર ખાળકૂવા સેફ્ટીટેન્ક કે એવી કોઈ જગ્યાએ સફાઇ કરાવવા કે ઊંડે ઉતારવા પર પ્રતિબંધ*

કેન્દ્ર સરકારશ્રી દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે ‘‘ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩નો અમલ તા. ૧૯/૦૯/૨૦૧૩ તથા તે હેઠળ બનેલ નિયમનો તા.૧૨/૧૨/૨૦૧૩થી સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે. આ કડક કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ સફાઇ કામદાર / શ્રમજીવી / વ્યક્તિને ભૂગર્ભ ગટર / ખાળકૂવા / સેફ્ટીટેન્ક કે એવી કોઈ જગ્યાએ સફાઇ કરાવવા, ઊંડે ઉતારવા પર પ્રતિબંધ ફરમાવી, ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટના સંપૂર્ણ રીતે અટકાવવાનો છે.
દુર્ઘટનામાં મૃત્યુ થયેથી જવાબદાર સામે ગેરકાયદેસર કૃત્ય બદલ ફોજદારી રાહે પગલા ભરવાની જોગવાઈ ઉપરાંત નામ.સુપ્રિમ કોર્ટના રીટ પિટિશન નં. ૫૮૩/૨૦૦૩ના તા.૨૭/૩/૨૦૧૪ના ચુકાદાથી આપેલ આદેશ અનુસાર રૂ.૧૦.૦૦ લાખનું ભોગ બનનારને વળતર / દંડ ભરવા કસૂરવાર થશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા વિંનતી છે.
કાનૂની ફરજ ઉપરાંત માનવતાની દ્રષ્ટ્રીએ પણ આ જોખમી કામગીરી અપરાધ હોવાથી આપણે સૌ સાથે મળી ગેસ ગળતરથી થતાં અકાળે મૃત્યુને સંપૂર્ણપણે અટકાવીએ તેવું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: આગામી તારીખ 30 સપ્ટેમ્બર થી 9 ઓક્ટોબર સુધી ના સમયગાળામાં યોજાનાર મોરારીબાપુની કથાના ત્યારી ના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: મેઘાણી વાડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોતસવ કાર્યક્રમમાં વોર્ડ નંબર નવના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા*

editor

*રાજસ્થાન થી વિરમગામ કતલખાને લઈ જવાતાં 66 પશુઓને પશુ પ્રેમીઓએ બચાવી લીધા!*

Hello Morbi

Leave a Comment