• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાગ કરાઓકે કલબ ડીસા દ્રારા યોજાયો સંગીત તેમજ સન્માનનો કાર્યક્રમ*

ડીસા કોમર્શીયલ નગર છે.આ નગરને સંગીત,સાહિત્ય,કલાથી ધબકતું રાખવા કેટલાક નિસ્વાર્થ સજ્જનો નિરંતર કાર્યરત છે.ખૂબ જ જાણીતા અને માનીતા કલાકાર આસુતોષ દવે છેલ્લા ઘણા વર્ષોથી ડીસાના ગાયકો અને કલાકારોને આગવું સ્ટેજ આપી રહ્યા છે.તારીખ 3-7-2021 શનિવારે રંગત ઓરકેસ્ટ્રાના સથવારે નિલેષ દવે,ડો.સંજયભાઈ ગાંધી,ડો.પ્રધુમન અગ્રવાલ,બકુલભાઈ કેડીયા,ગૌતમકુમાર ત્રિવેદી,કિન્નરીબેન લખધીર સહિતના ગાયકોએ સુમધુર ગીતો ગાયાં હતાં.આ અવસરે કલા સન્માન અનુસંધાને ડીસાની અનેક સેવાભાવી અને સાહિત્યસંગી સંસ્થાઓ સાથે સંકળાયેલા ભગવાનભાઈ બંધુ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્યની પાવન ઉપસ્થિતિમાં આસુતોષભાઈ દવે સહિત સૌએ ભગવાનભાઈ બંધુની ફૂલછડી અને સન્માનપત્રથી સ્નેહસભર સન્માન કર્યું હતું.સન્માનના પ્રતિભાવમાં તેમણે આસુતોષભાઈની પ્રેરણાદાયી કામગીરીની પ્રશંસા કરી તમામ ગાયકોને બિરદાવ્યા હતા.રાગ કરાઓકે કલબના માધ્યમથી કોરોનાકાળમાં અનેક ગાયકોને એક આગવું સ્ટેજ મળતાં માનસિક શાંતિનો પણ અહેસાસ થયો છે.

Related posts

*બી.આર.સી. ભવન જોડિયા ખાતે વિશ્વ વિકલાંગ દિન ઉજવણી*

Hello Morbi

*HELLO MORBI:હળવદ તાલુકાના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૦૩ દર્દીઓએ લાભ લીધો , ૧૬૩ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

Leave a Comment