• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*”આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ” ની ઉજવણી*

શરદ એમ.રાવલ.હડિયાણા.

ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા શ્રી રવેચી કૃપા એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાવડીના સહયોગથી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળામાં આજ રોજ તારીખ:- ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૨ નાં રોજ ‘‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’’ ઉજવણી કરવામાં આવી હતી.અનુસંધાને શાળાના ભાષા શિક્ષિકા દેવાંગીબેન બારૈયા દ્વારા શાળાની વિધાર્થીનીઓની ‘‘ ચાલો ચકાસીએ આપણી માતૃભાષાનું જ્ઞાન’’ નામની સરપ્રાઈઝ ટેસ્ટ લેવામાં આવી હતી. આ ટેસ્ટમાં માતૃભાષાનું મહત્વ દર્શાવતા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજ રોજ માતૃભાષાનું ગૌરવ વધારતી વિવિધ ભાષાકીય રમતો, પ્રવૃતિઓ તથા સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આજ રોજ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા આયોજિત માતૃભાષા દિન વિશેષ અંગેની ઓનલાઇન કવીઝ રાખેલ હતી. આ કવીઝમાં સૌ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સર્ટીફીકેટ મેળવ્યા હતા. શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ એન. મકવાણા દ્વારા માતૃભાષા અંગે ખૂબ જ ઉમદા વ્યાખ્યાન આપ્યું હતું. દિવસના અંતે શ્રી રવેચી કૃપા એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાની વિધાર્થીની બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આમ, અમારી શાળામાં માતૃભાષા ગૌરવ દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી…..

 

Related posts

રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય- 

Hello Morbi

*જોડીયા હેમંત પરી ગોસ્વામી સાથે 15 જેટલા કાર્ય કરો આપમાં જોડાયા*

Hello Morbi

મોરબી નગરપાલિકા ના કર્મચારી જયદીપભાઈ લોરિયા ને ત્યાં લક્ષ્મી રૂપી દીકરી નો જન્મ થયો

Hello Morbi

Leave a Comment