• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારનાર દીકરી અમોલીના માતાપિતાનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

ડીસા રઘુવંશી લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી અને જાણીતા લેન્ડ બ્રોકર સુરેશભાઈ ત્રિભોવનદાસ ઠક્કર/અખાણી અને શ્રીમતી ફાલ્ગુનીબેનની લાડકવાયી દીકરી ચિરંજીવી અમોલીએ તાજેતરમાં જ અમદાવાદ ખાતેથી આર્કિટેકચરનો સ્નાતક કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરતાં સમગ્ર સમાજમાં આનંદની લાગણી છવાઈ હતી.

ડીસા શુભેચ્છક ગ્રુપના સર્વ ભગવાનભાઈ બંધુ,જયંતિભાઈ ઓઢાવાળા,શશીકાંતભાઈ ડી.ઠકકર, આનંદભાઈ પી.ઠક્કર, મહેશભાઈ ઉડેચા,દિનેશભાઈ ચોક્સી,મણીભાઈ પટેલ (શેઠ),ચંદુભાઈ એટીડી,કમલેશભાઈ રાચ્છ, સુરેશભાઈ દેવવાળા,ભરતભાઈ ભાવિકવાળા સહિત સૌએ સુરેશભાઈ ઠકકર અને ફાલ્ગુનીબેનના નિવાસસ્થાને જઈ દીકરીની સફળતા બદલ અભિનંદન આપ્યા હતા અને બેઉનું જલારામ બાપાના ફોટા દ્રારા સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.તેમના પરિવારે પણ રાજીપો અનુભવી સન્માન બદલ સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*મોરબીમાં વાલજીભાઈ હીરાણી ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદો માટે ચાલતા સેવા કાર્ય*

Hello Morbi

*સમગ્ર રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતો થરાનો કુંજ ઠકકર* 

Hello Morbi

*મોરબીમાં બેન્કના કર્મચારીએ ગ્રાહકના નામે ખોટી લોન કરી નાણાં હજમ કરતા ચકચાર મચી ગઇ*

Hello Morbi

Leave a Comment