• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આજ થી હડિયાણા ખાતે તા.15..16..17.04.22 ના ત્રી.દીવસિય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે*

શરદ એમ.રાવલ.હડિયાણા…

આજ રોજ હડિયાણા ગામે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ની જગ્યાએ રાજરાજેશ્વરી જગદંબા કુળદેવી શ્રી અંબાજી માતાજીની અસીમ કૃપા તથા ઇષ્ટ ભગવાન શ્રી ગોરડીયા હનુમાનજી ભગવાન તથા સ્થાન દેવતા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ની કૃપાથી કાંઝિયા ઠાકર પરિવાર ના કુળદેવી શ્રી અંબાજી માતાજીની મૂર્તિ ની પુન.. પ્રાણપ્રતિષ્ઠા તથા નૂતન મંદિર નિર્માણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હડિયાણા ગામના આગને “”મહા નવચંડી યજ્ઞ”‘નું આયોજન સવત 2078ના ચેત્ર સુદ 14//15 અને ચેત્ર વદ..1 ના તા..15..16..17.04.22 ને રવિવારના રોજ ત્રણ દિવસ સુધી પાવન પ્રસંગો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના આચાર્ય શ્રી આશુતોષભાઈ રમેશભાઈ ઠાકર (ધ્રોલ)..

તા.15 ના રોજ હડિયાણા ગામે શ્રી અંબિકા માતાજીના મંદિરે થી મૂર્તિઓ નું ભવ્ય સ્વાગત સામૈયું શોભાયાત્રા હડિયાણા ગામ ખાતેની (૬) ગરબા મંડળ નીં કુમારીકા (બાળાઓ) દ્વારા ગરબા ઓની રમઝટ બોલાવી હતી. અને પરિવાર ની મહિલા ઓએ પણ રાસ ગરબે રમ્યા હતા.અને રાત્રે તમામ ગરબા મંડળ દ્વારા રસ ગરબા નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અને તા.16 ના રોજ હનુમાન ચાલીસા ના પાથ યોજવામાં આવેલ.અને છેલ્લા દિવસે માતાજી નું પૂજન..મૂર્તિઓ ના મુખ્ય ન્યાસ પૂજન પ્રાણપ્રતિષ્ઠા. મહા આરતી. શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ. મંત્ર પુષ્પાનજલી પ્રાર્થના બાદ સમહુ મહાપ્રસાદ પૂર્ણાહુતિ.. સમસ્ત કાઝીયા ઠાકર પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.અને આ કાર્યક્રમમાં સાધુ સંતો અને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ના પૂજારી નું પણ સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લા સાંસદ પૂનમબેન માડમ તરફથી શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. અને તેમના પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ.. રસિકભાઈ ભંડેરી..જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખશ્રી ધરમસીભાઈ ચનીયારા.નું માં અંબાજી નો ખેસ અને સાલ માતાજીનો સિક્કો આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.જેઠાલાલ અઘેરા.જોડિયા તાલુકા પંચાયતના ઉપ.પ્રમુખ ઘનશ્યામભાઈ રાઠોડ.. જોડિયા તાલુકા પંચાયતના સદસ્ય નરોત્તમ ભાઈ સોનગરા..દેવાભાઈ ધ્રાગિયા..બટુકભાઈ ઝાપડા.અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અને હડિયાણા ગામની 5 કુમારિકા ગરબા મંડળ ની તમામ બાળાઓ અને તેમની ટીમેં પણ ખુબ જ સારો સાથ સહકાર આપ્યો હતો….

 

Related posts

*HELLO MORBI: વાંકાનેરના તરકિયા ગામેથી ૧૧૬૧ કિલોગ્રામ વિસ્ફોટકો સાથે ચાર ને પકડી પાડતી એસઓજી ની ટીમ*

editor

*HELLO MORBI:દીકરી CA ફાઈનલ ની પરીક્ષા માં ઉતિર્ણ થતાં મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ઉજવણી કરતા ગીતાબેન રાજેશભાઈ ઠક્કર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *ભારત દેશને વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ જનાર યુગપુરુષ નરેન્દ્રભાઇ મોદી આજે વિશ્વ પુરૂષ બની ચૂકયા છે*

editor

Leave a Comment