• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં વાહન ચોરીની ઘટના પોલીસ ચોપડે ચડી વાહન ચોરને પકડી પાડવા પોલીસે તપાસ શરૂ કરી*

મોરબી શહેર ઉદ્યોગ નગર અને સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે જાણીતું છે જ્યાં પરપ્રાંતીઓ પણ પોતાના રોજગાર માટે આવી વસવાટ કરવા લાગ્યા છે જેથી મોરબી શહેર ની વસ્તીમાં વધારો થયો છે તેવી કારમી મોંઘવારીમાં ચોરીની ઘટના પણ વધવા લાગી હોય તેમ પોલીસ મથકે ઘટના પોલીસ ચોપડે ચડી છે ત્યારે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત એવી છે કે મોરબીના રવાપર ગામે ગ્રામ પંચાયતની પાછળ શુભ હાઈટમાં રહેતાં શૈલેષભાઈ જગજીવનભાઈ ગાંભવા (ઉંમર ૪૦) એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના લાતી પ્લોટ શેરી નં-૭ માં આવેલ નર્મદા એન્ટર પ્રાઇઝ સામે તેણે પોતાનું બાઇક નંબર જીજે ૩ એએમ ૦૩૭૫ પાર્ક કરીને મૂક્યું હતું જે કી.₹ ૨૫ હજાર રૂપિયાના બાઇક કોઈ અજાણ્યો ચોરી કરી છે તેવી જ રીતે ઘનશ્યામભાઈ નટવરલાલ પોપટએ પોતાનું બાઇક નંબર જીજે ૩ એસી ૪૧૭૯ ત્યાં પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી છે જેથી આ બનાવમાં શૈલેષભાઈની લઈને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગર શેરી નં-૬ માં રહેતા ધીરુભાઈ દેવરાજભાઈ ભોરણીયા જાતે પટેલ (૫૭) એ પોતાના ઘર પાસે તેનું બાઇક નંબર જીજે ૩ સીએચ ૮૫૧૪ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ધીરુભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે અને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ શેરી નં-૪ માં રહેતા હાજીભાઇ કાસમભાઈ ખુરેશી જાતે મતવા (ઉંમર ૪૩) એ પોતાના ઘર પાસે તેની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૩૭૩૫ ને પાર્ક કરીને મૂકી હતી જે રિક્ષાને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને દોઢ લાખ રૂપિયાની કિંમતની સીએનજી રીક્ષાની ચોરી કરવામાં આવી હોવા અંગેની હાજીભાઇએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે વાહન ચોરીના જુદાજુદા ગુના નોંધીને તપાસ હાથ ધરી છે.

Related posts

*દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ માટે અરજી કરવાની તારીખ ૧૯ ઓક્ટોબર સુધી લંબાવાઇ*

Hello Morbi

*સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયોરાજ્ય સરકારના સતત પ્રયાસો થકી છેવાડાનાવિસ્તારો પ્રાથમિક સુવિધાઓથી સજ્જ બની રહ્યાછેસાંસદશ્રીના હસ્તે ૩૨.૯૩ કરોડના ૧૨૭ કામોનું ઈ-ખાતમુહર્ત અને લોકાર્પણ કરાયું*

Hello Morbi

*HELLO MORBI NEWS: વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

editor

Leave a Comment