• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મભૂમિ ટંકારામાં યોગ મહોત્સવ ઉજવાયો*

યોગને વિશ્વના મોટાભાગના દેશોએ અપનાવ્યો છે. આથી જ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વિશ્વ આખુ યોગમય બન્યુ. જે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ના સંકલ્પને ચરિતાર્થ કરતું હોય તેમ જણાય રહ્યુ છે. સાથે યુગઋષિ સ્વામી રામદેવજી મહારાજના પ્રચંડ પુરુષાર્થ થી આપણે યોગ ને નવી ઊંચાઈ એ લઈ ગયા. જેના થકી આજે કરોડો લોકો ઘરે ઘરે યોગ અને યજ્ઞ કરતા થયા છે. જે આગળ જતા ગુરુકુળની પરંપરાને ફરી જીવંત કરશે જેના થકી ભારત વિશ્વગુરુ બનવા આગળ વધશે.

સમગ્ર ભારતની સાથે ગુજરાત યોગ બન્યું. અને ગુજરાતની તપોવન ભૂમિ એટલે કે મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ ટંકારા જેમાં મોરબી-રાજકોટ હાઇવે ઉપર આર્ય વિદ્યાલયમ ના પટાંગણમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પતંજલિ યોગપીઠ ના ઉત્તર ગુજરાત મહિલા પ્રભારી સોનીકાબેન એ જણાવ્યું હતું કે યોગ ને જોવાથી નહીં પરંતુ અપનાવવાથી લાભ થાય છે. જે મનને એકાગ્ર કરી શાંત કરે છે. અને દક્ષિણ ગુજરાત પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ એ જણાવ્યું હતું કે યોગ એ ભારતની વિશ્વને અમુલ્ય ભેટ છે. શાળાના વિશાળ મેદાનમાં હજારો લોકો એક સાથે સરકારના પ્રોટોકોલ મુજબ યોગ કર્યા અને નિયમિત યોગ અને યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. આ વેળાએ પતંજલિ યોગપીઠ હરિદ્વાર થી પધારેલ આજીવન સેવાવ્રતી આચાર્યશ્રી જયકાંતજી, પતંજલિ યોગ સમિતિ ના યુવા રાજ્ય સહપ્રભારી ભાવિકભાઈ પટેલ, મોરબી જિલ્લા ભારત સ્વાભિમાન પ્રભારી રણછોડભાઈ જીવાણી, મહિલા પ્રભારી ભારતીબેન રંગપરિયા, યોગ પ્રભારી નરશીભાઈ અંદરપા, યુવા પ્રભારી સંજયભાઈ રાજપરા, સહપ્રભારી ખુશાલભાઈ જગોદરા, કિસાન પ્રભારી ભુદરભાઈ જગોદરા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન કામરીયા, મામલતદાર એન. પી. શુક્લ, TDO હર્ષવર્ધનસિંહ ડી. જાડેજા, માર્કેટિંગ યાર્ડ મોરબી ના ચેરમેન ભવાનભાઈ ભાગીયા, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા, ટંકારા સરપંચ ગોરધનભાઈ ખોખાણી, આર્ય વિદ્યાલયમ ના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા, અગ્રણી બિલ્ડર ડી. એલ. રંગપરિયા, આર.એસ.એસ મોરબી જિલ્લા કાર્યવાહ લલીતભાઈ ભાલોડીયા, માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા,ધર્મ જાગરણ સમિતિના ચંદુભાઈ વૈષ્નાણી, યોગ શિક્ષકો પિયુષભાઈ કલોલા, નંદલાલ મેરજા, અનસોયાબેન હોથી, મીનાબેન માકડીયા, કાંતાબેન વડસોલા, પીનલબેન ચારોલા, આર્ય સમાજના પંડીત સુવાસજી, ટંકારા તાલુકા યોગ કોચ કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસા, યોગ શિક્ષક ચેતનભાઈ સાપરિયા, ડો. જીતેન્દ્રભાઈ ઠક્કર, ભૂમિકાબા પરમાર, ફાલ્ગુનીબેન વાઘેલા, જીનતબેન સમા, આસ્થાનાબેન સોહરવદી, સોનલબેન ગાંધી, મીરાબેન હિશું, રાધિકાબેન હિશું, તેમજ મોરબી તેમજ ટંકારાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર્ય સમાજ ટંકારાના મંત્રી દેવજીભાઈ પડસુંબિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

ઢવાણા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતની પોલીસ ફરિયાદ નોંધાઈ

Hello Morbi

*HELLO MORBI: મોરબી ક્રાઈમ બ્રાન્ચ નો સપાટો છેલ્લા 9 માસથી ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂત મિત્રો જોગ સાવચેતીનો સંદેશ; પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગની માર્ગદર્શિકા*

editor

Leave a Comment