• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર જાહેરમાં જુગાર રમતાં ૪ ઈસમોને ૧૧,૦૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી વાંકાનેર સિટી પોલીસ*

વાંકાનેર;તા૧૨ વાંકાનેર સિટી પોલીસ ને મળેલી બાતમી કે શહેરમાં આવેલ ગાભા વાળી શેરીમાં મચ્છુ નદીના કાંઠે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી વાંકાનેર નગરપાલિકાના માજી ઉપપ્રમુખ સહિત ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૧,૦૩૦ ની રોકડ કબજે કરી હતી

 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સીટી પોલીસના યશપાલસિંહ ભવાનસિંહ પરમારને ખાનગીરાહે હકીકત મળેલ કે, વાંકાનેર સીટી સ્ટેશન પાસે ગાભા વાળી શેરીમા મચ્છુ નદીના કાંઠે જાહેરમાં અમુક ઈસમો જુગાર રમે છે જેથી ત્યાં રેડ કરતા તે જગ્યાએ જુગાર રમતા કુલ ૪ ઈસમોને પકડી પાડેલ પકડાયેલ હતા જેમા રમતભાઈ કરીમભાઈ ચૌહાણ જાતે-ખાટકી ૬૬ રહે.વાંકાનેર લક્ષ્મીપરા મેઈનરોડ, ફારૂકભાઇ હાસમભાઇ માંડલીયા જાતે કુરેશી ૩૨ રહે. લક્ષ્મીપરા શેરી નં-૨, અબાસભાઇ વલીમામદભાઇ પીલુડીયા જાતે પીંજાશ ૬૦ રહે. જવાસારોડ અને પાલિકાના માજી ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા જાતે દરબાર ૫૬ રહે. રહે. અમરનાથ સોસાયટી શેરી નં-૩ વાંકાનેર વાળાની પોલીસે ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડા રૂપીયા ૧૧,૦૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે

Related posts

*HELLO MORBI NEWS: શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા, મોરબી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI:માળીયા-કંડલા રોડ, વિશાલા હોટલ પાછળ ખેતરમાં રેતીના ઢગલામાં છુપાવી રાખેલ દેશી દારૂ લી-૯૫૦* *કી.રૂ.૧૯,૦૦૦/-નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*માળિયા તાલુકા માટે પીપળીયા ચાર રસ્તા ખાતે સી સી આઈ કેન્દ્ર શરૂ કરવા માંગ*

Hello Morbi

Leave a Comment