
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જી.ટી.પંડ્યાએ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર જિલ્લા માહિતી કચેરી દ્વારા કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC)નાં સેન્ટરની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને MCMCના અધ્યક્ષશ્રી જી.ટી.પંડ્યાએ રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણિકરણ, અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે માર્ગદર્શન પુરું પાડીને જરૂરી સૂચનાઓ આપી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વિગતો મેળવી હતી.
આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC) દ્વારા ચેનલ્સનું કરવામાં આવતું એનાલિસીસ, ન્યુઝ પેપરમાં પેઈડ ન્યુઝ તેમજ જાહેરાતનું એનાલિસીસ સહિત થયેલ કાર્યો અને કરવામાં આવતી કામગીરી વિશે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવાએ માહિતગાર કર્યા હતા.
આ ઉપરાંત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જી.ટી.પંડ્યાએ આચારસંહિતા ભંગ બાબતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન કલેકટરશ્રી સાથે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ.કાથડ, નાયબ મામલતદારશ્રી પાલિયા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, ઓપરેટર ભરત ફુલતરિયા સહિતના કર્મચારીઓ પણ જોડાયા હતા

