• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: માળીયા તાલુકાના મેઘપર ગામે ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વ્યસન જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધા યોજાઈ*

 

*માળીયા તાલુકાના મેઘપર ગામે ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વ્યસન જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધા યોજાઈ*

માળીયા મી : આજ રોજ તારીખ ૨૯ ડિસેમ્બરના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ના સયુંકત ઉપક્રમે
મેઘપર ખાતે આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૨૫ વિદ્યાર્થી ઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ અંતર્ગત નિબંધ લખેલ.

આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર પરના જે વિજેતા બન્યા હતા. એ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરશીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના વી.સી.સી.એમ વિજયભાઈ વાઘેલા પ્રા.આ.કેન્દ્ર સરવડના કમલેશભાઈ નિમાવત, તથા આર.બી.એસ.કે. ડો. જલ્પાબેન કાવર તેમજ શાળા ના વ્યસ્થાપક શ્રી નારણભાઇ મંઢ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ચંદુસાહેબ ડાંગર, મુસ્તાક સાહેબ અને અન્ય શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ સનફીલ્ડ સીરામીકના સેડમાં જુગાર રમતા કુલ-૬ ઇસમોને રોકડા રૂપીયા, મોબાઇલ સહીત કુલ ૩-૧,૫૬,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI NEWS:ડીસાની પૂજ્ય સતશ્રી મહારાજની ભાગવતકથામાં રૂપિયા 5,55,555 શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગૌસેવા હેતુ અર્પણ કરાયા*

editor

*લીલાપર પ્રાથમિક શાળાને પ્રજ્ઞા વર્ગ માટે ડીઝીટલ ટાઈલ્સ ની ભેટ આપી વકીલ ના પુત્રના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી.*

Hello Morbi

Leave a Comment