• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ધ્રોલ:જિલ્લા કક્ષાના વિજ્ઞાન મહોત્સવ નું આયોજન*

જિલ્લા કક્ષાના ” વિજ્ઞાન મહોત્સવ “નું આયોજન

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ ( જી જામનગર ) દ્વારા કેન્દ્ર સાથે ચાઈલ્ડ સાયન્ટિસ્ટ કોર્ષ માં સામેલ તમામ બાળવિજ્ઞાનીઓ દ્વારા 190+ થી વધુ સાયન્સ , ટેક્નોલોજી , એન્જીનીયરીંગ , મેથ્સ આધારિત એક દિવસીય તા 18/3/25 ના રોજ યોજાનાર જિલ્લા કક્ષાના ” વિજ્ઞાન મહોત્સવ “માં ઈસરોના નિવૃત વિજ્ઞાનીઓની ઉપસ્થિતિમાં સ્ટેમ પ્રવૃતિઓ , ઈસરો વિજ્ઞાનીઓની તજજ્ઞતા માં પ્રાથમિક વિભાગના બાળકો માટે ટેલિસ્કોપ મેકિંગ કાર્યશાળા , માધ્યમિકવિભાગ માટે વેધર સેટેલાઇટ મેકિંગ કાર્યશાળા નું આયોજન સાથે ઈસરો વિજ્ઞાનીઓના વ્યખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે કાર્યક્રમના બીજા તબક્કામાં વિમેન સાયન્સ ક્લબની બહેનોને નારી રત્ન એવોર્ડ , ચાઈલ્ડ સાયન્ટિસ્ટ કોર્ષના બાળકોને વિજ્ઞાન રત્ન એવોર્ડ , ઈકોબ્રીક્સ નું મહત્તમ કલેક્શન કરનારને અર્થ ઇકો ફ્રેન્ડ એવોર્ડ , જુદી જુદી જિલ્લા કક્ષાની સ્પર્ધાના વિજેતાઓને શિલ્ડ વિતરણ પધારેલ વિજ્ઞાનીઓના હસ્તે થવાનું છે .ઇસરોના નિવૃત વિજ્ઞાની એવા શ્રી દીપકભાઈ પંડ્યા ,શ્રી સતીશ રાવ ,શ્રી સચિન ચૌહાણ હાજર રહેવાના છે .તો તમામ વિજ્ઞાન જિજ્ઞાસુઓ આપના , આપની શાળા , વિસ્તાર નિઃશુલ્ક સામેલ થઇ શકે છે . રજીસ્ટ્રેશન માટે આપ 9979241100(ડો સંજય પંડ્યા ) નો સંપર્ક કરે. લોકો વધુમાં વધુ આ ફેરમાં સામેલ થાય તેવો અનુરોધ સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયાએ અનુરોધ કરેલ છે .

Related posts

*HELLO MORBI NEWS:જોડીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રૂકીયાબેન બાવલાભાઇ નોતીયાર નો ભવ્ય વિજય*

editor

*વાંકાનેર હસનપર ગામે વેક્સિન કેમ્પનો પ્રથમ દિવસે 70 લોકોએ લાભ લીધો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *𝟖𝟒 વર્ષની ઉંમરે 𝐏𝐇𝐃ની પદવી પ્રાપ્ત કરી યુવાનોને આગવી પ્રેરણા પૂરી પાડતા રાધનપુરના ધીરૂભાઈ ઠક્કર (પંપવાળા)*

editor

Leave a Comment