• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગૌસેવા અર્થે ટેટોડા ગૌશાળાને જલારામ મંદિર ડીસાના માધ્યમથી અર્પણ કરાઈ રૂપિયા બાર લાખની માતબર રકમ*

અમદાવાદ બાકરોલ પાંજરાપોળ ખાતે બિમાર ગાયો તેમજ વાછરડાંની હાલત અતિ દયનીય હોઈ ડીસા જલારામ મંદિર દ્રારા 300 વાછરડાં દતક લઈ તેના પાલનપોષણની જવાબદારી સાથે ટેટોડા ગૌશાળાને સુપ્રત કરવામાં આવેલ છે.આ અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા નિભાવ ખર્ચ પેટે રૂપિયા બાર લાખ અમદાવાદના ગૌસેવક હિતેશભાઈ ઠકકર મારફત જલારામ મંદિર ડીસાને મળતાં આ સંપૂર્ણ રકમ ટેટોડા ગૌશાળાના પૂજ્ય રામરતનજી મહારાજને પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વીરબાઈમા ના આશીર્વાદ સાથે સુપ્રત કરવામાં આવી હતી.

આ પ્રેરણાદાયી અવસરે ગૌસેવકો સર્વ હિતેશભાઈ ઠ,મણીભાઈ શેઠ, શશીકાંતભાઈ ડી.ઠકકર, ભરતભાઈ ભાવિક,ભગવાનભાઈ બંધુ,નરેશભાઈ આચાર્ય,આનંદભાઈ પી.ઠકકર, આર.ડી.ઠકકર, મહેશભાઈ ઉડેચા,કમલેશભાઈ રાચ્છ,રાકેશભાઈ ઠકકર, ગફુલભાઈ દેસાઈ,નરેશભાઈ ઉડેચા,બળદેવભાઈ રાયકા,દેવચંદભાઈ એન.ઠકકર, નવીનભાઈ પ્રજાપતિ,નટુભાઈ લીંબાચીયા,દીલીપભાઈ રતાણી,મનુભાઈ પૂજારા,લાલાભાઈ ઠકકર, ઈશ્ર્વરભાઈ રાવળ,પિયુષભાઈ અખાણી,અમરતમામા,દિનેશભાઈ રાવળ સહિત ખૂબ મોટી સંખ્યામાં ગૌસેવકોએ હાજર રહી ટેટોડા ગૌશાળા પ્રત્યે વિશેષ ભાવ વ્યક્ત કરી વધારે મદદરૂપ થવાની લાગણી વ્યક્ત કરી હતી.

જીલ્લા ગૌરક્ષા પ્રચારક ભગવાનભાઈ બંધુએ જણાવ્યું હતું કે ટેટોડા અને ભાભર એમ બેઉ ગૌશાળાઓ અત્યારે મોટા દેવા હેઠળ છે તેથી સૌ ગૌપ્રેમીઓ તાત્કાલિક મદદે આવે તે જરૂરી છે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે વિવિધ પ્રકાર ની ચીકીઓનું વિતરણ અવિરતપણે ચાલુ.*

editor

*ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યનું ડીસા જલારામ મંદિરે કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય સન્માન*

Hello Morbi

Leave a Comment