• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સમથેરવા ગામની સીમમાં આવેલ વાડીના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચ ના દરોડા*

સમથેરવા ગામની સીમમાં આવેલ વાડીના રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ-૮ ઇસમોને રોકડા રૂપીયા-૫,૦૫,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ

મોરબી,
તા.૧૫/૦૪/૨૦૨૩
શ્રી, અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તરફથી દારૂ જુગારની બદી સંદતર બંધ થાય તે માટે રાજકોટ રેન્જ ખાતે સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પી.એસ.ગોસ્વામીનાઓએ શ્રી ડી.એમ.હોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી,એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના HC ચંદુભાઇ કાણીતરા, તથા PC દશરથસિંહ પરમાર, તેજશકુમાર વીડજા ભરતભાઇ જીલરીયાને હકીકત મળેલ કે, મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા રહે.રંગપર તા. જી. મોરબી વાળાના કબ્જા ભોગવટા વાળી સમથેરવા ગામનીસીમમાં આવેલ વાડીના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રીન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે સમથરેવાગામની સીમમાં રેઇડ કરતા કુલ-૦૮ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગંજીપતા ના પાના નંગ-પર તથા રોકડ રૂ.૧,૦૫,૨૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

– પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧, મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા રહે.રંગપર તા. જી. મોરબી,
૨. કનુભાઇ નકુભાઇ ખાચર રહે.રંગપર તા.વાંકાનેર જિ. મોરબી
૩. પ્રવિણભાઇ વાલજીભાઇ કુનતીયા રહે.વરડુસર તા.વાંકાનેર જી,મોરબી ૪. મોમભાઇ નાથાભાઇ ડાભી રહે.વરડુસર તા. વાંકાનેર જી,મોરબી,
૫. દાનાભાઇ બીજલભાઇ ડાભી રહે. વરડુસર તા. વાંકાનેર જી.મોરબી
૬. સંજયભાઇ લીંબાભાઇ બાબુતર રહે.પીપળીયા શુકલ) તા.જી.રાજકોટ
૭. મુકેશભાઇ બાબુભાઇ ઉડૈસા રહે. કડીયાણા તા. હળવદ જિ. મોરબી ૮. દિલીપભાઇ દેવશીભાઇ ખીમાણીયા રહે. રાણેકપર તા. હળવદ જિ. મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. * પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ભારતની પ્રથમ ક્રમે રહેલી ભાવિના પટેલ અને સોનલ પટેલ શુભેચ્છા મુલાકાત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા દિવાળી ના તહેવારો ની રજાઓ માં કચ્છ માં લોકોને પ્રવાસીઓ ઉમટી પડ્યા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અસામાજીક તત્વોને કાયદાનું પાલન કરવા સારૂ સુચન કરતી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ*

editor

Leave a Comment