• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: શિક્ષક તરીકેની ફરજ બજાવીને વિદ્યાર્થીઓને શબ્દનું જ્ઞાન આપનાર મહિલા ધર્મિષ્ઠાબેન પટેલ બન્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હવે ગુનેગારો ને કાયદા તોડને કાયદાના પાઠ કરાવે છે*

*શિક્ષક તરીકેની ફરજ બજાવીને વિદ્યાર્થીઓને શબ્દનું જ્ઞાન આપનાર મહિલા ધર્મિષ્ઠાબેન પટેલ બન્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હવે ગુનેગારો ને કાયદા તોડને કાયદાના પાઠ કરાવે છે*

“દાહોદ જિલ્લાના બોર્ડર વિસ્તારમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા વાંકાનેરમાં પી.એસ.આઇ તરીકે કાયદા તોડ સામે લાલા કરે છે”

વિશેષ અહેવાલ આરીફ દિવાન મોરબી

પોલીસ એટલે કાયદો વ્યવસ્થાને રખેવાળની સાથે સાથે ફરજ ના ભાગે માનવસેવાનું કાર્ય થી પરિચિત છે ત્યારે પટેલ સમાજના મહિલા પીએસઆઇ અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડતા હોય તેમ ટૂંકો પરિચય મોટો પ્રકાશ આપી રહ્યો છે તારીખ 31 12 2022 ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધર્મિષ્ઠાબેન વિશાલ ભાઈ કાનાણી જેવો મૂળ જામનગરના વતની છે અને પોતે નાનપણથી જ શિક્ષણના શબ્દોની ઓળખ સાથે સાથે સારા નરસાની ઓળખ પૂરી પાડવા નો પ્રયાસ કર્યો છે જેના ભાગરૂપે તેઓએ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સુરત ખાતે ખાનગી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી છે જેમાં તેઓએ આશરે સાત વર્ષ સુધી સારા શિક્ષક તરીકેની ઓળખ આપી વિદ્યાર્થીઓને શબ્દનું જ્ઞાન પૂરું પાઠવી સંસ્કારી પરિવારિક વિચારો સાથે આજનો વિદ્યાર્થી કાલનું ભાવી દેશનું ગૌરવ બની દેશ રક્ષા દેશ હિત ચિંતક બને તેવા પ્રયાસો ધર્મિષ્ઠાબેન પટેલના રહ્યા છે શિક્ષક હોવા છતાં વિદ્યાર્થી બનીને કંઈક કંઈક નવું નવું સંશોધન સાથે સંઘર્ષ કરી સરકારી શાળામાં શિક્ષક બન્યા હતા જ્યાં તેઓએ ત્રણ વર્ષ સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી બાદ ત્યાં પણ સારા શિક્ષક તરીકેની આગવી ઓળખ ઉભી કરી શિક્ષક હોવા છતાં પોતે વિદ્યાર્થી બની પોલીસ ટ્રેનિંગ શરૂ રાખી હતી જેના પરિણામે તેઓએ તેની મહેનત ને સફળ બનાવવામાં કરેલ સંઘર્ષને સફળ બનાવ્યું હોય તેમ 2016 માં ટ્રેનિંગ પૂર્ણ કરી 2017માં પ્રથમ પોસ્ટિંગ પીએસઆઇ તરીકેનું ધર્મિષ્ઠાબેન વિશાલભાઈ કાનાણી કે પ્રાપ્ત કરી કાયદો વ્યવસ્થા ના રખેવાળ તરીકેની આગવી ઓળખ ઉભી કરી છે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનથી અને પી.આઈ ની સુચના અનુસાર મિત્ર સ્વભાવના મહિલા પીએસઆઇ ધર્મિષ્ઠાબેન પટેલે વિવિધ વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ વડાના માર્ગદર્શન ફરજ ના ભાગે કાયદા તોડ સામે કાયદાનું પાઠ કરાવ્યું છે ટ્રાફિક શાખામાં પણ ફરજ બજાવી કાયદા તોડ વાહન ચાલકોને કાયદા માં રહે તે વાહન ચાલક ફાયદામાં છે તેવા સંદેશો આપી કાયદાનું સેન્સ કાયદા તોડ વાહન ચાલકોને આપ્યું છે જેથી સુરતના કાયદા તોડ વાહન ચાલકો અને મોટાભાગના વિદ્યાર્થીઓ જાણે છે નોંધનીય છે કે આજના આધુનિક યુગમાં જુના ઢાંચા ને વળગેલી દીકરીઓ માટે આ મહિલા પીએસઆઇ ધર્મિષ્ઠાબેન નો આછો પરિચય મોટો પ્રકાશ આપે તેમ દાહોદ જિલ્લાના અજાણ્યા રાજ્યમાં આવેલા મીના કીયાડ ગામે શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરી બોર્ડર સુધીની સફળ કરેલા આ મહિલા પીએસઆઇ ધર્મિષ્ઠાબેન પટેલ ના બાળપણમાં થી સરકારી શાળાથી ભણતર શરૂ કરી પિતા મણીભાઈ ગામી જેવો હીરાની માં મજૂરી કામ કરી દીકરી દીકરો એક સમાન નો સંદેશો આપ્યો છે જેના પરિણામે નાનપણથી શરૂ કરેલું સંઘર્ષ ને સફળ બનાવવામાં ધર્મિષ્ઠાબેન પટેલ સાથે એક ટૂંકી મુલાકાત કરી છે જેમાં જાણવા મળેલ વિગત એવી છે કે મૂળ જામનગરના વતની છે અને પોતે પરિણીત છે પરંતુ તેના જીવનસાથી વિશાલભાઈ પણ તેના સંઘર્ષમાં સહભાગી બની પતિ પત્ની એક મિત્ર તરીકે જીવન જીવી રહ્યા છે સંતાનમાં બે દીકરી છે જેમાં એક દીકરી અઢી વર્ષની છે તેની દેખરેખ સાથે સાથે મહિલા પીએસઆઇ ધર્મિષ્ઠાબેન પટેલ કાયદો વ્યવસ્થા જાળવી રાખે છે અને ફરજ ના ભાગે ધર્મિષ્ઠાબેન પટેલ નાત જાતના ભેદભાવ રાખ્યા વગર પ્રતિષ્ઠ પ્રમાણિત વ્યક્તિઓ ની સાથે સાથે અસામાજિક ગુંડા તંતુઓને પરખવાની દ્રષ્ટિ ધરાવે છે જેના પરિણામે વાંકાનેર સીટી પોલીસની હદમાં જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન અને પી.આઈ કે એમ છાસિયા ની સૂચનાથી વિવિધ મહિલા અને બાળ રક્ષણ અંતર્ગત જનજાગૃતિ અભિયાન કાર્યક્રમોમાં પણ ફરજ ના ભાગે હાજરી આપી રહ્યા છે અને મહિલાઓને કાયદો અંગે માહિતગાર કરી મહિલાઓમાં જનજાગૃતિ અભિયાન પણ સરકારના ધારા ધોરણ મુજબ ચલાવે છે જેમકે સાયબર ક્રાઈમ થી લઈને મહિલા જાગૃતિની માહિતી વિશેષ આપી રહ્યા છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

NLC Recruitment 2020: Engineers can apply for 259 graduate executive trainee posts

Admin

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાનનું વળતર આપવા સાંસદની રજૂઆત*

editor

*સોમનાથ મંદિર ખાતે ૭૨’ મા સ્થાપના દિન ની વિશેષ ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment