• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જીલ્લાના ઉધોગકારો સાથે વેપારમાં થતી છેતરપીંડી તેમજ* *ફસાયેલા નાણા સહીતની* *સમસ્યાઓ અંગે સીટની રચના કરતી મોરબી જીલ્લા પોલીસ*

મોરબી જીલ્લાના ઉધોગકારો સાથે વેપારમાં થતી છેતરપીંડી તેમજ ફસાયેલા નાણા સહીતની
સમસ્યાઓ અંગે સીટની રચના કરતી મોરબી જીલ્લા પોલીસ
તા.૨૪/૦૫/૨૦૨૩
મોરબી જીલ્લા વિસ્તારમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝ જેમાં વિટ્રીફાઇડ, વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, સેનેટરીવેર, પોલીટેક, પેપરમીલ, ક્લોક મેન્યુફેક્ચરીંગના કારખાના તેમજ તેને સંલગ્ન વસ્તુઓ ઉત્પાદન કરતા કારખાના ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવેલ માલનું સમગ્ર ભારત તેમજ વિદેશોમાં ખરીદ વેચાણ કરવામાં આવે છે જેમાં સિરામીક મેન્યુફેક્ચરીંગ યુનીટ્સ અને તેની સાથે જોડાયેલા વેપારીઓ સાથે તેમણે વેચેલા માલ સંદર્ભે છેતરપીંડી અથવા ઠગાઇના ઘણા બનાવો બને છે અને ઘણા કિસ્સાઓમાં ભોગ બનેલા વેપારીઓ આવા પ્રકારની ચીટીંગ કરતી એક ચોક્કસ પ્રકારની ટોળકીનો ભોગ બનતા હોય છે
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તાજેતરમાં મોરબીની મુલાકાતે આવેલ એ વખતે મોરબી જીલ્લાના ઉધોગકારો સાથે વેપારમાં થતી છેતરપીંડી તેમજ ફસાયેલા નાણા સહીતની સમસ્યાઓ અટકાવવા મોરબી જીલ્લામાં સીટની રચના કરવા અંગે જાહેરાત અને સુચના કરેલ હોય જે અંગે પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી રાજકોટ વિભાગ, રાજકોટનાઓના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં મોરબી જીલ્લાના ૧-ડી.વાય.એસ.પી શ્રી તથા ૧-પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા ર-પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી તથા ૮-પોલીસ કર્મચારીઓની એક સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવેલ છે, જે સીટની ટીમ મોરબી જીલ્લાના ઉધોગકારો સાથે વેપારમાં થતી છેતરપીંડી તેમજ ફસાયેલા નાણા સહીતની સમસ્યાઓ અટકાવવા તેમજ આવા કેસોની ઉંડાણપુર્વક તપાસ કરશે.

Related posts

*HELLO MORBI:ઉંઝાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરિટભાઈ પટેલે થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લીધો*

editor

*દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા ફોડતી વખતે સલામતી અંગે સાવચેતી રાખવા આટલી અવશ્ય કાળજી રાખીએ: માર્ગદર્શિકા જાહેર*

Hello Morbi

*HELLO MORBI: ધરમરપુર ખાતે 600 વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તાલીમ અપાઈ*

editor

Leave a Comment