• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોઢેરા તેમજ મહેસાણાનું ગૌરવ વધારતા રૂદ્ર ઠકકર તેમજ ઓમ ઠકકર*

મોઢેરા તેમજ મહેસાણાનું ગૌરવ વધારતા રૂદ્ર ઠકકર તેમજ ઓમ ઠકકર
તાજેતરમાં જ ધોરણ 10 (એસ.એસ.સી) નું પરિણામ આવતાં અનેક તેજસ્વી,ઓજસ્વી તેમજ મહેનતુ વિધાર્થીઓને વિશિષ્ટ સફળતા મળી છે.મોઢેરા નિવાસી શ્રી જયેશભાઈ સેવંતીલાલ ઠકકર અને શ્રીમતી શિલ્પાબેનનો લાડકવાયો સુપુત્ર ચિરંજીવી રૂદ્ર ઠકકર તેમજ તેમના ભાઈ ભરતભાઈ સેવંતીલાલ ઠકકર તેમજ શ્રીમતી રેણુકાબેનનો લાડકવાયો સુપુત્ર ચિરંજીવી ઓમ ઠકકર એમ બેઉ મહેસાણાની શબરી વિધા વિહારમાં ઈંગ્લિશ મીડિયમમાં એસ.એસ.સી.માં અભ્યાસ કરતા હતા.
તાજેતરમાં જ એસ.એસ.સી.નું રિઝલ્ટ આવતાં ખૂબ જ હોનહાર એવા રૂદ્ર ઠકકરને 90% તેમજ 99.20 પર્સન્ટાઈલ તેમજ ઓમ ઠકકરને 80% અને 92.2 પર્સન્ટાઈલ આવતાં સમગ્ર પરિવાર,સમાજ તેમજ મોઢેરા-મહેસાણા પંથકમાં આનંદની લાગણી પ્રસરેલ છે.રૂદ્ર ઠકકર તેમજ ઓમ ઠકકરે સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ ઉપરાંત મોઢેરા તેમજ મહેસાણા નગરના ગૌરવમાં પણ વધારો કરેલ છે.બેઉ જણ કે.જી.થી જ એક સાથે અભ્યાસ કરે છે.વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી તેમજ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુએ રૂદ્ર ઠકકર તેમજ ઓમ ઠકકર
ની ઝળહળતી સફળતા બદલ અત્યંત રાજીપો વ્યક્ત કરી બેઉને અભિનંદન પાઠવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જૂનાગઢ:રામાનંદી સાધુસમાજનું ગૌરવ: ગોલ્ડ મેડાલિસ્ટ ડૉ.ઉર્વશી દેવમુરારી એ ત્રીજી વખત 𝐏𝐇𝐃 ની પદવી પ્રાપ્ત કરી*

editor

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડાની આપદામાં ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી*

editor

*રેવદ ગામે ચેકડેમ કમ કોઝવેનુ કામ કરવા માટે ની વહિવટી કામગીરી હાથ ધરાઈ.*

Hello Morbi

Leave a Comment