• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હિન્દુ – મુસ્લિમ સર્વજ્ઞાતિય – ૨૩ – માં સમૂહ લગ્નનું સમાપન*

હિન્દુ – મુસ્લિમ સર્વજ્ઞાતિય – ૨૩ – માં સમૂહ લગ્નનું સમાપન

(આમદશા શાહમદાર દ્વારા મોરબી) દર વર્ષની જેમ આ વર્ષ પણ હજરત બાવા અહેમદશા ગ્રુપ મોરબી દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું ઝાઝરમાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં (૧૦) દસ મુસ્લિમ દુલ્હા દુલ્હન ના નિકાહ પઢાવવામાં આવ્યા હતા અને (૭) સાત હિન્દુ વરરાજા કન્યાના હિન્દુ શાસ્ત્રો મુજબ મંગળફેરા ફેરવવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્ન માં સામીલ તમામ દુલ્હન અને કન્યાઓને કરીયાવરણ પણ સાથે આપવામાં આવ્યો હતો.આ પાક અને પવિત્ર અવસાર ઉપર ગુજરાત રાજ્યના પૂર્વ સી.એમ વિજયભાઈ રૂપાણીએ ખાસ હાજરી આપી તમામ દુલા દુલ્હનને અને વર કન્યા ઓને દિલથી આશીર્વાદ વચન પાઠવ્યા હતા સાથે સાથે પ્રદીપભાઈ વાળા (ઉપાધ્યક્ષ શ્રી પછાત વર્ગ વિકાસ નિગમ ગાંધીનગર) લાખાભાઈ જારીયા (પ્રમુખ મોરબી શહેર ભાજપ) જ્યોતિ સીંહ જાડેજા (આગ્રાણી જીલ્લા ભાજપ) અશ્વિનભાઈ કોટક (પૂર્વ પ્રમુખ મોરબી શહેર ભાજપ) સુરેશભાઈ શિરોહીયા (પૂર્વ ચેરમેન નગરપાલિકા) મહંત શ્રી દામજી ભગત (નકલંકધામ બગથળા) મહંત શ્રી ભાવેશ્વરી દેવી (રામધન આશ્રમ) હાજી એહમદ હુસેન બાપુ અમીન મિયા બાપુ અબુ મિયા બાપુ નઝરમીયા બાપુ અને અનેક નામી અનામી આગેવાનો અને મોરબીના નગર જનો સહિતનાઓએ હાજરી આપી આ પવિત્ર કાર્યક્રમમાં સહભાગી થયા હતા આ પાક અવસારને કામીયાબ બનાવવા બાવા અહેમદ શાહ ગ્રુપના તમામ સભ્યોએ રાત દિવસ તનતોડ મહેનત કરી હતી આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શૈલેષભાઈ રાવલે કરી આ અવસર ને ચાર ચાંદ લગાવી દીધા હતા આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લા પોલીસે સુંદર બંદોબસ્ત ગોઠવી માનવતાની મહેક પ્રસરાવી હતી અને આવેલ તમામ નાગરિકોના દિલ જીતી લીધા હતા

Related posts

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

editor

*વર્લ્ડ એઈડ્સ ડે ની ઉજવણી ના ભાગરૂપે એચ.આઈ.વી.ના દર્દીઓને ન્યુટ્રીશ્યિન કીટ અપાઈ*

Hello Morbi

*ટંકારા ભાજપ પ્રમુખે પુત્ર ના જન્મ દિવસ કરી પ્રેરણા દાયક ઉજવણી*

Hello Morbi

Leave a Comment