• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડા સંદર્ભે મીઠાના ઉદ્યોગકારોસાથે બેઠક યોજતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*

સંભવિત બિપરજોઈ વાવાઝોડા સંદર્ભે મોરબી આવેલા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવલખી બંદર નજીક મીઠાના ઉત્પાદપન સાથે જોડાયેલા ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ હજી કેટલા મીઠાના અગરિયાઓ અંદર છે અને કેટલા મજૂરોને ખસેડવામાં આવ્યા છે તેની વિગતો ઉદ્યોગકારો પાસે મેળવી જણાવ્યું હતું કે, કોઈપણ મજુર જો અંદર રહેશે અને કોઈ દુર્ઘટના બનશે તો તેના માલિક પર કાનૂની પગલા લેવામાં આવશે. વાવાઝોડા ના પગલે આ ઉદ્યોગોમાં ટ્રાન્સપોર્ટેશન લોડીંગ અનલોડીંગ તમામ બંધ કરવા મંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી.
બંદર પર લાગેલા સિગ્નલને અતિ ભયજનક ગણાવી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પાછા બોલાવી લેવામાં આવેલા કે સ્થળાંતરિત કરેલા લોકોનું વેરિફિકેશન કરી કોઈ પણ વ્યક્તિ અંદર રહી ન જાય તે માટે જવાબદારી પૂર્વક પગલાં લેવા જરૂરી છે. આ તમામ મજૂરો અને કામદારોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવા માટે જણાવી ઉદ્યોગકારોને સમજાવી તેમના હેઠળના મજૂરોના સ્થળાંતર અને રહેવા જમવા માટે જ્યાં તેમનાથી વ્યવસ્થા ન થાય ત્યાં વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.
આ બેઠકમાં મંત્રીશ્રી સાથે આ બેઠકમાં મંત્રીશ્રી સાથે મોરબી જિલ્લા પ્રભારીશ્રી મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીન, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતિભાઈ પડસુંબિયા, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, હળવદ-માળીયા પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, માળીયા મામલતદારશ્રી બી.જે. પંડ્યા તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડા સામે ટક્કર લેવા તૈયાર NDRF ની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે બે ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟔𝟗 વર્ષના માજીના બ્રેઈન સ્ટ્રોક (પેરાલીસીસ ના હુમલા ) જેવા અતિ ગંભીર રોગ ની સફળતા પૂર્વક સારવાર કરતા આયુષ હૉસ્પિટલમાં ડૉ.સત્યજિતસિંહ જાડેજા*

editor

Leave a Comment