• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અષાઠી બીજે શાસ્ત્રીજી ગૌશાળા ખાતે જલારામ સત્સંગ મંડળ દ્રારા જામી ભજનની રમઝટ*

અષાઠી બીજે શાસ્ત્રીજી ગૌશાળા ખાતે જલારામ સત્સંગ મંડળ દ્રારા જામી ભજનની રમઝટ
દર અજવાળી બીજે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની તપોભૂમિ એવી ગૌશાળા ખાતે નિયમિત ભજન સત્સંગ થાય છે.અજવાળી અષાઠી બીજે ભજનનોનો માહોલ અભૂતપૂર્વ હતો અને ભજનોની રમઝટ જામી હતી.ભજનમાં જોડાતા સૌ ભાઈઓ તેમજ બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો લાભ હસમુખભાઇ જયચંદભાઈ ચૌહાણ પરિવારે લીધો હતો અને તેમનું વાજતેગાજતે સન્માન કરવામાં આવ્યું હતું.
આગામી 17 અજવાળી બીજ એટલે કે દોઢ વર્ષ માટેના ભોજન પ્રસાદના દાતાઓ નોંધાયા હતા.પૂજ્ય ગૌમાતાઓને પણ બીજ તેમજ અન્ય તહેવારોમાં લાપસીનું જમણ મળે તે માટે એક જલારામપ્રેમી,ધર્મપ્રેમી,ગૌપ્રેમી પરિવારે રામ-જલારામ ભરોસે રૂપિયા 510000 (પાંચ લાખ દસ હજાર) નું માતબર યોગદાન જાહેર કર્યું હતું.
આ અવસરે સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,નરેશભાઈ આચાર્ય,ભરતભાઈ ભાવિક,તારાચંદભાઈ મજેઠીયા, મહેશભાઈ ઉડેચા,નવીનભાઈ પ્રજાપતિ,નટુભાઈ લીંબાચીયા,આત્મારામભાઈ ઓઢાવાળા,મણીભાઈ પટેલ-શેઠ,મહેશભાઈ પોપટ,આનંદભાઈ પી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,મનુભાઈ રતાણી,વૈકુંઠભાઈ કારિયા,દીલીપભાઈ રતાણી,મુકેશભાઈ રાચ્છ,સુભાષભાઈ ઠકકર,પિયુષભાઈ ગટા,સતીષભાઈ પટેલ ,યશવંત શાસ્ત્રીજી મહારાજ સહિત સૌએ સાથે મળી ભોજન પ્રસાદના દાતા પરિવારને અભિનંદન આપી સન્માન કર્યું હતું.આ દિવ્ય અવસરે જલારામ સત્સંગ મંડળ ડીસા તરફથી રૂપિયા 51000 નું યોગદાન શાસ્ત્રીજી ગૌશાળાને અર્પણ કરવામાં આવ્યું હતું.

Related posts

*ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ની ઈદ ના દિવસે જોડિયા મુસ્લિમ સમાજ ની શુભેચ્છા મુલાકાત*

Hello Morbi

*જાંબુડા અને મોટી બાણૂગર ખાતે કોરોના વેક્સિન આપવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસા ન𝐭ગરમાં 𝟑𝟗𝟒 મા ગુરૂવારે કાંતિલાલ શીવાભાઈ નાઈ પરિવારના નિવાસસ્થાને ભજનની જામી રમઝટ*

editor

Leave a Comment