• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તા,પો, સ્ટે ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખંડણી/છેતરપિંડી/વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ.

તા.૧૫/૦૫/૨૦૨૬
પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી મોરબી દ્રારા મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી મોરબીને સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી /પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના અધિકારી/કર્મચારી મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રાને સંયુક્તમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં૦૨૩૮/૨૬ બી.એન.એસ કલમ ૩૦૮(૪), ૩૧૬ (બ૪),૩૧૮(૪),૩૫૧(૩) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ વિ મુજબના ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી ઇરફાનભાઇ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઇ સમા /સંધી રહે. ચંન્દ્રપુર ગેલેકસી સ્કુલ પાસે ગેલેકસી પાર્ક તા.વાંકાનેર જી.રાજકોટવાળો હાલે પોતાના રહેણાંક મકાને હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ ઉપરોકત સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી ઇરફાનભાઇ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઇ સમા / સંધી ઉ.વ.૩૪ રહે. ચંન્દ્રપુર ગેલેકસી સ્કુલ પાસે ગેલેકસી પાર્ક તા.વાંકાનેર જી.રાજકોટ વાળો ગેલેકસી પાર્ક ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખંડણી/બળજબરીથી કઢાવી લેવું તથા છેતરપિંડી/વિશ્વાસઘાત ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી આર.સી.ગોહીલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી બી.ડી.ભટ્ટ એલ.સી.બી મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.જી.માલાણી પેરોલ ફર્લો સ્કવોડ મોરબી તથા એલ.સી.બી /પેરોલ ફર્લો સ્ક્વોડ ના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI: મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે*

editor

*HELLO MORBI:અણીયારી ચોકડી પાસેથી મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાં ચોર ખાનામાં છુપાવેલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૯૨પકડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*આરોગ્ય શાખા – જીલ્લા પંચાયત મોરબી દ્વારા ૨૫-એપ્રીલ “વિશ્વ મેલેરીયા દીવસ” ની ઉજવણી*

Hello Morbi

Leave a Comment