• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના સિલ્વર જયુબિલી 25 વર્ષ નિમિતે મોરબીના રાજમાર્ગો પર વાહનો સાથે રેલી યોજાયેલ*

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના સિલ્વર જયુબિલી 25 વર્ષ નિમિતે મોરબીના રાજમાર્ગો પર વાહનો સાથે રેલી યોજાયેલ…

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી છેલ્લા 25 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર છે અને સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવે છે. આ સંસ્થાની સિલ્વર જયુબિલી આ વર્ષે ઉજવાઇ રહી છે જેના ભાગ રૂપે આજે મોરબી નગરના રાજમાર્ગો પર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન – મોરબી દ્વારા વિશાળ વાહન રેલીનું આયોજન થયું. નવયુગના અત્યાર સુધીના થીમ સોંગ જે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે તે ડી.જે. દ્વારા વગાડવામાં આવ્યા. કાલે એટલે તા. 27-10-24ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ સ્ટાફનું સ્નેહમિલન તેમજ સન્માનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેની જન-જાગૃતિ અને આમંત્રણએ આ રેલીનો હેતુ હતો. શાળાના બાળકો, શિક્ષકો, ટ્રસ્ટ પરિવારના સદસ્યો બધા આ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં શાળાની સ્કૂલ બસ તથા અન્ય સ્ટાફ મિત્રોની ઘણી બધી ફોર વ્હીલ ગાડીઓ હતી છતાં પણ કોઈ ટ્રાફિક જામ સર્જાયેલ ન હોય તે બદલ આ તકે સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયાસાહેબે મોરબી ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કરેલ તથા કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ્રિન્સિપાલ, શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફને અભિનંદન આપેલ.

Related posts

*HELLO MORBI:બેંગલોર ખાતે હિમાલયા યોગાસના ઓલિમ્પિયાડની નેશનલ યોગ ચેમ્પિયનશિપ યોજાયેલી જેમા જામનગર નો યુવાન ઝબકિયો*

editor

*થરા-કાંકરેજના જાણીતા સેવાભાવી કાર્યકર નિરંજનભાઈ અચરતલાલ ઠકકરનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*મોરબીમા બાળકો અને વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વિકાસ કેમ્પનુ આયોજન*

Hello Morbi

Leave a Comment