• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શહેર અને જીલ્લા માં કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ ને કડક બનાવી, ગુંડા તત્વો સામે આકરી કલમ લગાવી, કાર્યવાહી કરવા મોરબી જિલ્લા પોલીસવડા ને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું*

પ્રતિશ્રી,
એસ.પી.સાહેબ.
મોરબી,

વિષય :- મોરબી શહેર અને જીલ્લા માં કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ ને કડક બનાવી, ગુંડા તત્વો સામે આકરી કલમ લગાવી, કાર્યવાહી કરવા બાબત.

મોરબી શહેર અને મોરબી જીલ્લામાં ગુંડા, આવારા તત્વો એ માઝા મૂકી છે દિન દહાડે જાહેરમા મારકૂટ, ઘરમાં ઘૂસી ને માર મારવા, જાહેરમા બીભત્સ વર્તન કરવુ, દારૂ, જૂગાર, છેડતી જેવી ઘટનાઓ રોજ બરોજ બને છે. પોલીસ તંત્રની જાણે ઘાક જ ના હોય તેવું લોકો ચર્ચા કરી રહ્યા છે. તાજેતરમાં સમી સાંજમા સ્કાય મોલ પાસે, જાહેર રોડ રસ્તા ઉપર આવારા તત્વો દ્વારા વેપારી ને મારામારીનો બનાવ બનેલ છે. આવા ગુંડા તત્વો ને પોલીસ તંત્ર નીં કોઈ બીક જ ના હોય તેવું લાગી રહ્યું છે.
મોરબીના ઘારાસભ્ય અને ભાજપ ના પદાધિકારી નો એક ઓડિયો વાયરલ થયેલ, તેમાં મોરબી ના ધારાસભ્ય કહેતા સંભળાય છે કે ફાયરિંગ કરેલ તેમાં હું રાજી થયો અને હવે બઘા ગુંડા ભાજપ માં આવી ગયા છે. લોકો એ સમજે છે. કે આ બઘા ગુંડા ભાજપ પક્ષ ના આશીર્વાદ સાથે મોરબી માં આંતક ફેલાવે છે.ઘારાસભ્ય અને ભાજપ ઉપ પ્રમુખ ની વાત નો ઓડિયો વાયરલ થયા બાદ પટેલ શખ્સ ને આવારા, લુખ્ખા તત્વો એ રવાપર રોડ જેવાં પોશ વિસ્તારમાં ઘેર જઈને , પંદર સોળ ગુંડાઓ, ગેર કાયદેસર મંડળી રચી જાહેરમાં ઢોર માર મારેલ છે. અને દહેસત નું વાતાવરણ ઉભુ કરેલ છે,

જેમ જુગાર રમવા બાબતે પોલીસ જાતે રેડ કરે છે તેવી જ રીતે આ મારમારી ની ઘટના મા પોલીસ પોતે ફરિયાદી બની ગુનો દાખલ કરે અને આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં ભરે, તેવી લોક જુબાને ચર્ચા થઈ રહી છે. ત્રણ બનાવો મા આરોપીઓ મોટી વગ ધરાવતા હોય તેમની સામે પોલીસ ફરીયાદ પણ ન થાય તેવી ધાક ધમકીઓ અપાઈ રહી છે. આ બધી ઘટનાઓ સોશિયલ મીડિયા માં વાયરલ થયેલ છે. મોરબી જીલ્લા માં ગુડા તત્વો આટલા બધા બેખોફ છે.જાણે કે કાયદા નો કોઈ ડર જ નથી તેવું લાગી રહ્યું છે.પોલીસ તંત્ર મુક પ્રેક્ષક બની ને આ બઘું જોય રહેલ હોય તેવું લાગી રહ્યું છે
મોરબી શહેર અને જીલ્લા ના પોલીસ અઘિકારીઓ રાજકીય ઓથ હોય કે ગમે તે હોય તે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો ની માંગ છે. ગુંડા તત્વોની રાજકીય ઓથ ના કારણે પ્રજાને બાનમાં લઇ ડરાવી રહ્યા છે. ત્યારે પોલીસ પ્રજા ની મિત્ર બની ખુદ આવા તત્વો સામે જાતે ફરિયાદી બની કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ કડક બનાવી ને આવા લૂખા તત્વો ને કાયદા નુ ભાન કરાવવા માં આવે તેવી અમારી માંગણી છે.
જો આવારા અને ગુંડા તત્વો ને નાથવામાં નહી આવે તો હજુ આથી પણ પરિસ્થિતિ વધારે ખરાબ બનશે. અને મોરબી થી લોકો નુ પલાયન થશે માટે આ બાબતે તાત્કાલિક, કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી છે,
નકલ સાદર રવાના,
ગૃહમંત્રી સાહેબશ્રી, ગુજરાત રાજ્ય,
કલેક્ટર સાહેબશ્રી, મોરબી જીલ્લા, – મોરબી
ડી.આઈ.જી. રાજકોટ. વિભાગ – રાજકોટ

Related posts

*ચોટીલામાં રોપ-વે નિર્માણના નિર્ણય બદલ મુખ્યમંત્રીશ્રી રૂપાણીનો આભાર માની આશીર્વાદ આપતા ચામુંડા માતા મંદિરના પ્રમુખશ્રી-સંતશ્રીઓ*

Hello Morbi

*રાજકોટ-70માં ઓબીસી સમાજને ભાજપે ટીકીટ ન આપતા બેઠકોનો ધમધમાટ શરૂ : ભાજપ-રાજપા વખતે કાર્યાલયને તાળા મારનારાની કુંડળી ખુલી : બાપુની વફાદારીની પણ અવગણના* વીઓ_ રાજકોટ દક્ષિણ(70) બેઠક પરથી સમગ્ર વિશ્વકર્મા સહિતના ઓબીસી સમાજમાંથી ટીકીટની ભાજપ પાસે માંગણી કરનાર આપા ગીગાના ઓટલાના મહંત અને પૂર્વ ડે.મેયર નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) અને તેમના ટેકેદારો ટીકીટનો હકક ન મળવાથી ઉકળી ઉઠયા છે. તેમના કાર્યાલય ખાતે વિશ્વકર્મા, કડીયા સમાજના આગેવાનોની મોટી મીટીંગ તાત્કાલીક મળી હતી અને આગેવાનોના આગ્રહથી તેઓએ ચૂંટણી લડવાનું ફોર્મ ઉપાડતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકેય જગ્યાએ વિશ્વકર્મા સમાજને અને સમગ્ર રાજયમાં કયાંય કડિયા સમાજને ભાજપે ટીકીટ આપી નથી આથી તા.14ના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અને તા.17ના રોજ ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં અનેક નવા કડાકા ભડાકા થવાની આગાહી વરસી ગઇ છે. રાજકોટની આ બેઠક પરથી ઓબીસી સમાજમાંથી ટીકીટ આપવા નરેન્દ્રભાઇ સોલંકીએ પાર્ટી પાસેથી લોકશાહી ઢબે જાહેરમાં માંગણી કરી હતી. પરંતુ આજે સવારે જાહેર થયેલા ઉમેદવારોના લીસ્ટમાં આ બેઠક માટે રમેશભાઇ ટીલાળાનું નામ જાહેર થયું છે. આ બાદ તુરંત નરેન્દ્રબાપુના ગાયત્રીનગર સ્થિત જીવરાજ હોસ્પિટલના કાર્યાલયે જ્ઞાતિ સમાજના આગેવાનો એકત્ર થયા હતા. કોઇ જ્ઞાતિજન કે સૌરાષ્ટ્રમાંથી કોઇ સાધુ સંતોને પણ ટીકીટ આપવામાં નહીં આવ્યાનો રોષ વ્યકત થયો હતો. આ બાદ દોઢસોથી બસ્સો ટેકેદારો સાથે કલેકટર કચેરીએ જઇને તેમણે ફોર્મ ઉપાડયું છે. બળવો કરીને અપક્ષ ચૂંટણી લડવા અંગેના સવાલના જવાબમાં નરેન્દ્રભાઇએ કહ્યું હતું કે રાજકોટ-70માં વિશ્વકર્મા સમાજની મોટી વસ્તી છે. ઓબીસી સમાજ મોટો છે. લાંબા સમયથી રજુ કરાતી માંગણી ધ્યાને લેવાતી નથી. સાધુ સંતોની લાગણી પણ સ્વીકારવામાં આવી નથી. આથી સમાજના નારાજ થયેલા આગેવાનો સાથે ચર્ચા બાદ ફોર્મ ભર્યુ છે. સ્થાનિક ઉમેદવારની માંગણીને પણ નજરઅંદાજ કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણીનું ફોર્મ ઉપાડીને પાર્ટી સાથે કોઇ શરત મુકવા કે સોદો કરવાની તેમની કોઇ દાનત નથી. આવું કરવું હોત તો ભુતકાળમાં તેમની પાસે ઘણી ઓફર આવતી હતી. તેઓ સત્તાની લાલચમાં પડયા નથી. સેવાના માધ્યમથી જ લોકો સાથે જોડાયેલા છે. વર્ષો અગાઉ રાજપા-ભાજપના સમયમાં ભાજપ કાર્યાલયને તાળા મારનારાને પણ તેમણે યાદ કર્યા હતા. આ સમયે પક્ષના વફાદાર સૈનિક તરીકે ભાજપની આબરૂના તાળા ખોલનાર આગેવાનોમાં તેઓ સામેલ હતા. નરેન્દ્ર બાપુના આ તેવર અને શકિત પ્રદર્શનથી રાજકોટ-70 અને ભાજપમાં ચકચાર ફેલાઇ ગઇ છે. બાપુ હવે શું કરશે તેના પર સૌની મીટ છે. હાલ તો વિશ્વકર્મા, કડીયા સહિતના ઓબીસી સમાજના લોકો રોષ સાથે મીટીંગમાં પહોંચવા લાગ્યા છે. બાઈટ_ પૂર્વ ડે.મેયર નરેન્દ્રભાઇ સોલંકી _01 કેમેરામેન ઘીરેન રાઠોડ mo 98791 27147 રિપોર્ટર: હિતેશ કુમાર રાઠોડ mo 90990 25113 –રાજકોટ

Hello Morbi

*HELLO MORBI: મોરબીના મતદાન મથકો પર હથિયારધારી પોલીસ જવાનો સાથે બુથ પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના*

Hello Morbi

Leave a Comment