• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ પો.સ્ટે.ના ખનીજચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

હળવદ પો.સ્ટે.ના ખનીજચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી.
તા.૦૯/૦૯/૨૦૨૩
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટના તથા શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા તેમજ અસરકારક કામગીરી કરવા સારૂ શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા તથા કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ., એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના, ASI જયવંતસિંહ ગોહીલ તથા HC પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૭૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૧૨૦બી,૩૭૯,૧૧૪ તથા MMRD એકટની કલમ-૪(એ),૨૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રહીમભાઇ હુશેનભાઇ રાઉમા રહે. હાલ સામખીયારી જી.કચ્છ મુળ ગામ ઢગા તા.સામખીયારી જી.કચ્છ વાળો હાલે સામખીયારી ખાતે તેના રહેણાંક મકાને હોવાની હકીકત મળતા સ્ટાફ સાથે મજકુર આરોપીના રહેણાંક મકાન સામખીયારી ખાતે તપાસ કરતા મજકુર આરોપી રહીમભાઇ સ/ઓ હુશેનભાઇ ગુલમામદ રાઉમા જાતે મુસ્લીમ ઉ.વ. ૪૪ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ સામખીયારી શાંતીનગર તા.સામખીયારી જી.કચ્છ મુળ ગામ ઢગા તા.સામખીયારી જી.કચ્છ વાળો મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી,એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડા ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી રામધન આશ્રમનામહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી એ ચાર ધામ યાત્રા પૂર્ણ કરી*

editor

*બાલાચડી પ્રાથમિક શાળામાં શિક્ષણ શરૂ*

Hello Morbi

*જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા તા. ૨૩ /૦૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ શ્રી લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથી ની ઉજવણી કરવામાં આવશે*

Hello Morbi

Leave a Comment