• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીની વગોવાયેલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આરએમઓના હકારાત્મક અભિગમનો અનુભવ*

મોરબી : સામાન્ય રીતે મોરબીની સિવિલ હોસ્પિટલને લઈને દર્દીઓને હંમેશ કોઈને કોઈ ફરિયાદ રહેતી હોય છે પરંતુ મોરબી સિવિલ હોસ્પિટલમાં કોવિદ રસીકરણ કામગીરીમાં કડવા લીંબડામાં મીઠી ડાળખી રૂપે બે દર્દીઓને આરએમઓની હકારાત્મક કામગીરીનો અનુભવ કર્યો હતો

 

મોરબીના સ્થાનિક વિનુભાઇ બુદ્ધદેવ અને કમલેશભાઇ બુદ્ધદેવ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે રસી મુકવવા માટે આવ્યા હતા. રસી મુકાવતા પહેંલા સિવિલ હોસ્પિટલના આરએમઓનું સર્ટિફિકેટ જરૂરી હોય છે જેથી તેઓ આરએમઓ ડૉ. કે.આર. સરડવાની ચેમ્બર પાસે પહોંચ્યા ત્યાં મામુલ પડ્યું કે આપણે નિયત સમય કરતાં મોડા પહોંચ્યા છીએ અને આરએમઓ સાહેબ અગત્યની મિટિંગ માટે નીકળ્યા છે. જોકે તેઓને માહિતી મળી કે આરએમઓ હજુ નીકળ્યા જ છે તેથી મેઇન ગેટ સુધી પહોંચ્યા હશે જેથી સર્ટિફિકેટમાં સહી કરાવવા માટે તેઓ બહારની તરફ ગયા. સદ્દભાગ્યે આરએમઓ સરડવા પણ હજુ પાર્કિંગમાં કાર પાસે જ પહોંચ્યા હતા.

 

તેમણે ડૉ. સરડવાને સર્ટિફિકેટમાં સહી કરવા માટેની વાત કરી. જોકે વિનુભાઇ અને કમલેશભાઇના આશ્ચર્ય વચ્ચે ડૉ. સરડવાએ પાર્કિંગમાં પોતાની ગાડી પાસે પહોંચ્યા હોવા છતાં સર્ટિફિકેટમાં સહી કરવા માટે ફરીથી પોતાની ચેમ્બરમાં આવીને નિયમ ફોર્મમાં સહી સિક્કા કરી સર્ટિફિકેટ બનાવી આપેલ જેથી બન્ને ભાઇઓને સમયસર અને એક જ ધક્કામાં રસી મળી રહે તેવી વ્યવસ્થા કરી આપી.

 

મોરબી સિવિલ હોસ્પિટલમાં વિનુભાઇ બુદ્ધદેવ અને કમલેશભાઇ બુદ્ધદેવને આરએમઓ ડૉ. કે.આર. સરડવાનો થયેલો હકારાત્મક અભિગમ, કર્તવ્યનિષ્ઠા, કામ કરવાની ધગશ અને સામાન્ય લોકો માટેની ચિંતા વિવિધ સોશ્યિલ મીડિયાના માધ્યમથી વાત પહોંચાડી હતી. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વેક્સિનનું ઇંજેક્શન આપનાર નર્સ પણ ખૂબ જ સારા અનુભવી હતા. ખુબ સરળ રીતે બિલકુલ દુખાવો ન થાય તેવી રીતે ઇંજેક્શન આપેલ છે.

Related posts

*રવાપર ગામ ના નવનિયુક્ત સરપંચ નું સન્માન કરાયું*

Hello Morbi

*HELLO MORBI: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીંબડી ગામના પાટીયા પાસેથી એક ઇસમને ગેર કાયદેસરદેશી હાથ બનાવટના તમંચો સાથે પકડી પાડતી એસ.ઓ.જી ટીમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સીરામીક એસોસીએશન દ્વારા સ્વ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવાય*

editor

Leave a Comment