• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી શહેરના રસ્તા માટે વન-વે જાહેરનામું બહાર પડાયું*

મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફીક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને લઇને લીલાપર તરફથી ઉમીયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ તથા ઉમીયા સર્કલ થી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડને કલેકટરશ્રી જી.ટી.પંડયા દ્વારા વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર લીલાપર તરફથી ઉમીયા સર્કલ જવા રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ વન-વે રહેશે. જ્યારે લીલાપર તરફથી આવતા વાહનો શ્યામ ગ્લાસ વેર. એસ.પી રોડના નાકે થી રવાપર ચોકડી થી નિર્મમ સ્કુલ થઇ ઉમીયા સર્કલ તરફ જવા માટેનો રૂટ રહેશે. અને ઉમીયા સર્કલ થી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડ રૂટ વન-વે રહેશે. જ્યારે ઉમીયા સર્કલ થી લીલાપર રોડ તરફ જવા માટે ઉમીયા સર્કલ થી અવની ચોકડી થી રવાપર ચોકડી (સ્વાગત હોલ) થી વર્ધમાન ચોકડી થઇ લીલાપર તરફ જવા માટેનો રૂટ રહેશે.

આ જાહેરનામું ૧૦ નવેમ્બર ૨૦૨૩ સુધી સવારના ૦૭.૦૦ કલાક થી રાત્રીના ૨૨.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેડળ શિક્ષાને પાત્ર બનશે

Related posts

*HELLO MORBI:નવયુગ કોલેજમાં ફીમેઈલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગુજરાત ટાઈટન દ્વારાઆયોજીતરમતોત્સવમાપોલીસલાઈન કુમારશાળાનાવિધાર્થીઓએ રમતોની મજા માણી*

editor

*ભાવનગરમાં એક જ દિવસમાં બે વિસ્તારોમાં આગ ની ઘટના બની!*

Hello Morbi

Leave a Comment