• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૦ વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીને સુરતથી પકડી પાડતી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વાંકાનેર સર્કલ, તેમજ ટંકારા પો.સ્ટે.ની ટીમ*

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૦ વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીને સુરત શહેર મુકામેથી પકડી ભોગબનનાર ને મુકત કરાવતીસર્કલ પોલીસ ઇન્સ્પેકટર વાંકાનેર સર્કલ, તેમજ ટંકારા પો.સ્ટે.ની ટીમ
મહે. I.G.P. સાહેબશ્રી રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબશ્રી નાઓ તરફથી અત્રેના મોરબી જિલ્લા પોલીસને મહિલા અને બાળકો વિરૂધ્ધ બનતા બનાવોમાં સંવેદનશીલ રહી તાત્કાલીક કાર્યવાહી ક રી આવા ગંભીર બનાવોમાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી ભોગબનનાર ને મુકત કરાવવા જણાવેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓ ના માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વાંકાનેર સર્કલ તેમજ ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત હોય તેઓની સંયુકત કાર્યવાહીમાં ટંકારા પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ.ર.ન. ૦૬૭૩/૨૩ IPC કલમ- ૩૬૩ મુજબ ગુના કામના ફરીયાદીશ્રી ની સગીરવયની દિકરી ઉંમર ૧૦ વર્ષ વાળીને આરોપી સોનુબેન ધરમસિંહભાઇ સોલંકી રહે. કોસાડ આવાસ, અમરોલી, સુરત શહેર વાળી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય જે બાબતે ઉપરોકત મુજબનો ગુનો તા.૦૫/૧૦/૨૦૨૩ ના રોજ દાખલ થયેલ હોય જે કામેના આરોપી તથા ભોગબનનારની શોધખોળ સારૂ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વાંકાનેર સર્કલની ટીમના (૧) સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.પી.ગોલ (ર) એ.એસ.આઇ શ્રી ઇમ્તિયાજભાઇ જામ ટંકારા પો.સ્ટે. (૩) મહીલા પો.કોન્સ. કીરણબેન ટંકારા પો.સ્ટે. નાઓની સંયુકત ટીમ એ ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તપાસ હાથ ધરી આ કામના આરોપીને તા.૧૧/૧૦/૨૦૨૩ ના રોજ સુરત શહેર મુકામેથી હસ્તગત કરી તેના ક બ્જા માંથી ભોગબનનાર બાળકીને છોડાવી તેનો કબ્જો તેના વાલીને સોપી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્ય વાહી હાથ ધરી સંવેદનશીલ પોલીસનુ ઉદાહરણ રજુ કરેલ છે અને હાલે આ કામની તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી .પી.ગોલ વાંકાનેર સર્કલ, વાંકાનેરનાઓ ચલાવી રહેલ છે

Related posts

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેયંતીલાલનો ઝંઝાવતી પ્રચાર*

Hello Morbi

*ટંકારા તાલુકાના ભાજપ મહિલા મોરચાના હોદેદારો એ સાવડી સરાયા ગામની મુલાકાત લીધી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી વ્હાલસોયી દીકરી ના પાંચમા જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાં હાર્દિકભાઈ કોટેચા*

editor

Leave a Comment