• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અર્થે મોરબી*

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અર્થે મોરબી

જિલ્લા પોલીસ દ્વારા કોમ્બીંગ સર્ચ ઓપરેશન
તા.૧૩/૧૦/૨૦૨૩
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે સારૂ શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષકશ્રી, મોરબીનાઓનાની સુચના મુજબ તા.૧૩/૧૦/૨૦૨૩ નારોજ શ્રી પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન ખાતે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી, તથા શ્રી, કે.એન.જેઠવા પો.સબ ઇન્સ. હળવદ પો.સ્ટે., તથા મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના ૫૦ માણસો દ્વારા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા, ટ્રાફીક સમસ્યા ઉકેલવા તથા ગેર કાયદેસર પ્રવૃત્તિ સદંતર નાબુદ થાય તે હેતુથી હળવદ ટાઉન વિસ્તાર, ભવાનીનગર લાબીદેરી, ત્રણ માળીયા વિસ્તારમાં કોમ્બીંગની કામગીરી હાથ ધરી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કોમ્બીંગ / ફૂટ પેટ્રોલીંગ કરી હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તેવા પ્રયત્નો હાથ ધરેલ તેમજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારની બીજી વધુ મહત્વની કાર્યવાહી કરી મોરબી જીલ્લા ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા, ગેરકાયદેસરની પ્રવૃતિ સંદતર નાબૂદ કરવા તથા ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ કરવા પ્રયત્નો કરવામાં આવશે. આ સમગ્ર કોમ્બીંગ દરમ્યાન મોરબી પોલીસ દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે કરેલ કામગીરી નીચે મુજબ
છે.
પ્રોહી સફળ કેસ -૦૪
પ્રોહી પ્રવૃતિ સાથે સંકડાયેલ ઇસમો ચેક-૧૧
શકાસ્પદ વ્યકિત ચેક કરેલ -૧૨૫
શકાસ્પદ વ્યકિત અંગે ભરેલ બી રોલ-૧૭
વાહન ચેકીંગ -૨૩
એમ.સી.આર. કુલ-૬
બહુમાળી બિલ્ડીંગ ચેક-૪૦
MVA-૨૦૭ મુજબ વાહન ડીટેઇન -૦૧
આ કોમ્બીંગ સર્ચ ઓપરેશનને સફળ બનાવા સારૂ મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મોરબી હળવદ પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓ જોડાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મનપા દ્વારા મિલેટ મહોત્સવ તા.૨૧ અને ૨૨ માર્ચના રોજ એલ. ઈ. કોલેજ ખાતે યોજાશે*

editor

*ટંકારા પોલીસે ચોરાયેલ મોટરસાયકલ સાથે બે શખ્સોને ઝડપી લીધા*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને લોકસભાચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ*

editor

Leave a Comment