• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અધ્યયન મંડળ મોરબી દ્વારા ભારતીય સંસ્કૃતિનો વિશ્વ સંચાર વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરાયું હતુ*

*અધ્યયન મંડળ મોરબી* દ્વારા દિનાંક ૧૨/૧૦/૨૩ના દિવસે *ભારતીય સંસ્કૃતિનો* *વિશ્વ સંચાર* વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન થયું હતું
હિન્દુ સંવત્સર મહિનાના દર ચોથા ગુરુવારે અધ્યયન મંડળ મોરબી દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયોનું તાત્વિક અને વ્યાવહારિક અધ્યયન, અનુસંધાન અને સાહિત્ય નિર્માણ થાય તેવા ઉદ્દેશથી એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવે છે
દિનાંક ૧૨/૧૦/૨૩ના માસિક બૌદ્ધિક વર્ગમાં પૂરાં વિશ્વમાં ૫૧૬૦ વર્ષ પહેલાં એટલે મહાભારતના યુદ્ધ પહેલાં વૈદિક સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. કાળક્રમે વિશ્વના અન્ય દેશોમાં વૈદિક સંસ્કૃતિ કેવી રીતે નાશ પામી અને અત્યારે પણ વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના અવશેષો,પૂરાવા, શિલાલેખો, સાહિત્ય પૂરાવાઓની વિશદ છણાવટ કરવામાં આવી હતી, ઉપરોક્ત વિષય અધ્યયન મંડળના સંયોજક શ્રી ડો જયેશભાઈ પનારાએ પ્રસ્તુત કર્યો હતો. અધ્યયન મંડળ મોરબીના સહસંયોજક તરીકે વિજયભાઈ રાવલ અને મિલનભાઇ પૈડા દાયિત્વ સંભાળે છે.આ કાર્યક્રમ માટે એપલ હોસ્પિટલ મોરબીના
ડોક્ટરોએ વિના મૂલ્યે કોન્ફરન્સ હોલ તથા પ્રોજેક્ટર વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, અધ્યયન મંડળ તેમનો આભાર વ્યક્ત કરે છે.
દર મહિને વિવિધ વિષયોના નિષ્ણાત વક્તાઓને આમંત્રણ આપીને રાષ્ટ્રના આ સંક્રમણ સમયે વૈચારિક યુદ્ધમાં કઈ રીતે બચવું અને કેવી તૈયારી કરવી વગેરે ચર્ચા કરવામાં આવે છે.મોરબીના અધ્યયનશીલ લોકો તથા રસ ધરાવતા લોકોને આ અધ્યયન મંડળમાં જોડાવવાની વિનંતી કરવામાં આવે છે
*અધ્યયન મંડળ મોરબી*
સહ સંયોજક
વિજયભાઈ રાવલ
મિલનભાઇ પૈડા
સંયોજક
ડો જયેશભાઈ પનારા

Related posts

*HELLO MORBI:મોરબી ના ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત નું દિવ્ય થી ભવ્ય આયોજન*

editor

*જોડિયા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર રમાબેન સવાણી ની જીત નિશ્ચિત ઠેર ઠેર ભવ્ય સ્વાગત*

Hello Morbi

*મોરબી જિલ્લાના ટુ & ફોર વ્હીલર વાહનોના ફેન્સીનંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

Leave a Comment