• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના શક્ત સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે*

મોરબીના શક્ત સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

મહાપ્રસાદ અને રાત્રે ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ યોજાશે

(જનક રાજા દ્વારા) મોરબી : શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા તા. ૨૫ ને બુધવારના રોજ શનાળા, લીમડાવાળા મેલડી મંદિર પાછળ ઉમિયાનગર સોસાયટી મોરબી ખાતે શ્રી રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે જેમાં તા.૨૫ ને બુધવારે સવારે મામાદેવનું મહાપૂજન, સાંજે ૬ કલાકે ઉમિયાનગર શકત શનાળા ખાતે મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે ડાક ડમરૂ કાર્યક્રમ યોજાશે જે મહોત્સવમાં કલમના ભુવાશ્રી ઉપેન્દ્રસિંહ પરમાર, રાવળદેવ શ્રી ભવદિપભાઇ તથા સાથી ગ્રુપ અને શ્રી ચાંદલિયાવાળા મામાદેવના ભુવાશ્રી યુવરાજસિહ રાઠોડ તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહેશે. જે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા શ્રી રંગીલા મામાસાહેબ યુવા ગ્રુપ શકત શનાળા તેમજ પ્રવીણભાઈ બારોટ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

Related posts

*હડીયાણા ગામે ગણપતિ બાપા ને 56 ભોગનો અન્નકૂટ ધરાયો*

Hello Morbi

*HELLO MORBI: ૨૨ નવેમ્બર સુધી જિલ્લામાં નવલખી બંદર તથાકોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી*

editor

*જોડીયા રેફરલ હોસ્પિટલ ખાતે તમામ જી.આર.ડી.ના જવાનોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી*

Hello Morbi

Leave a Comment