• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ રામદેવ હોટલમાંથી માદક પદાર્થ અફીણના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

માળીયા-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ રામદેવ હોટલમાંથી માદક પદાર્થ અફીણના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૦૨/૧૨/૨૦૨૩
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ ગે.કા. નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને સુચના કરેલ હોય જે અંગે એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. – મુકેશભાઇ વાલજીભાઈ જોગરાજીયા નાઓને બાતમી મળેલ કે, મોરબી-માળીયા નેશનલ હાઇવેરોડ, ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચેથી અમદાવાદ તરફ જતા રોડની ડાબી બાજુ આવેલ રામદેવ હોટલના કાઉન્ટર ઉપર બેઠેલ ઇસમ જેનુ નામ વેહનારામ દલારામ ચૌધરી રહે.રાજસ્થાન વાળો પોતાના કબજામાં ગે.કા.રીતે માદક પદાર્થ અફીણનો રસનો જથ્થો રાખી પોતે હોટલમાં આવતા ગ્રાહકોને છુટકમાં વેચાણ કરે છે. તેવી મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા નીચે જણાવેલ નામ સરનામા વાળા * ઇસમ નીચે જણાવેલ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૧૭(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમને ધોરણસર અટક કરી માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :-
૧) વેહનારામ દલારામ ચૌધરી જાતે જાટ ઉ.વ.૩૮ ધંધો હોટલ સંચાલક રહે. હાલ રામદેવ હોટલ ભીમસર ચોકડી પાસે માળીયા મીંયાણા- અમદાવાદ સ્ટેટ હાઇવે રોડ તા.માળીયા (મી) જી.મોરબી મુળ ગામ મંડાવલા તા.સીણધરી જી.બાડમેર રાજસ્થાન
પકડવા પર બાકી આરોપીનુ નામ, સરનામું :- ગોપાજી ગાંધી પ્રજાપતી રહે.સિણધરી રાજસ્થાન
પકડાયેલ મુદ્દામાલ :-
૧) નાર્કોટીક્સ માદક પદાર્થ અફીણ જથ્થો ૧૪૫ ગ્રામ કિ.રૂ.૧૪,૫૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૨૦૦/-
(૩) રેકજીનનો થેલો કી.રૂ.૧૦૦/- મળી કુલ રૂ.૧૬,૬૦૦ /-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :- શ્રી એમ.પી.પંડયા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. કે.આર.કેસરીયા તેમજ
એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા મુકેશભાઇ જોગરાજીયા તથા શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી આશીફભાઇ ચાણકીયા તથા ભાવેશભાઇ મિયાત્રા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ વીરાભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ વાંકાનેર એપીએમસી ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં 𝐁.𝐁.𝐀 પરીક્ષાના રીઝલ્ટ અને વિવિધ સ્પર્ધાઓમાં મેદાન માર્યું*

editor

*HELLO MORBI:થરા બસ સ્ટેન્ડ ખાતે ઠક્કર અચરત લાલ શિવરામભાઈ પરિવાર દ્વારા જલારામ જલસેવા પરબનું કરાયું લોકાર્પણ*

editor

Leave a Comment