• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ઝીંઝુડા,ફડસર થી આમરણ સુધીનો રસ્તો બિસ્માર;તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માંગ*

ઝીંઝોડા:મોરબી તાલુકાના ઝીંઝુડા ગામથી ફડસર, આમરણ ગામને જોડતો દસ કિમીનો રસ્તો અત્યંત ભંગાર હાલતમાં હોવાથી ગામલોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે છે. આ ખરાબ રોડ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરે તેવી ગામલોકોએ માંગ કરી છે.

મોરબી તાલુકાના ઝીંઝુડા ગામથી આમરણ ચોવીસી ગામ સુધીનો દસ કિમીનો રસ્તો ઘણા સમયથી એકદમ ખરાબ હાલતમાં છે. ગામલોકોના જણાવ્યા મુજબ આ રસ્તો એટલો ખખડધજ થઈ ગયો છે કે, અવરજવર કરવામાં અકસ્માતનું જોખમ રહે છે. આ રસ્તા ઉપર ઠેરઠેર ગાબડાઓ પડી ગયા છે અને ચોમાસામાં તો આ રસ્તાની ખૂબ જ નાજુક હાલત થઈ જાય છે. આ રસ્તો એકદમ અંતરીયાળ હોવાથી બન્ને ગામના લોકોને ભારે મુશ્કેલી પડે છે. જેથી ઝીંઝુડાથી આમરણ ગામ સુધીના ખરાબ રોડ મામલે સંબધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે.

Related posts

*ટંકારા તાલુકાના વીરપર ગામે નિવૃત થતાં બે શિક્ષકો જસમતભાઈ ભેસદડિયા અને દમયંતીબેન બાવરવા નો વિદાય સમારંભ વીરપર ગ્રામ પંચાયત શાળા પરિવાર અને સમસ્ત ગામ દ્વારા યોજવામાં આવ્યો હતો*

Hello Morbi

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકાના મૂળ જસાપર ના અને હાલ નેસડા પ્રાથમિક શાળા ના આચાર્ય નું સન્માન કરાયું*

editor

*પડધરી તાલુકાના બાધી ગામના પૂર્વ સરપંચ સ્વ. વશુભા રાઠોડ ના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment