• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:પ્રેમ,લાગણી,પરોપકારના સહારે પ્રેરણાદાયી જીંદગી જીવી અલવિદા થયેલ કેન્દ્ર સરકારના નિવૃત આઈ.બી.અધિકારી ડીસાના ભરતભાઈ ઠકકર*

જીવનદર્શન…..
પ્રેમ,લાગણી,પરોપકારના સહારે પ્રેરણાદાયી જીંદગી જીવી અલવિદા થયેલ કેન્દ્ર સરકારના નિવૃત આઈ.બી.અધિકારી ડીસાના ભરતભાઈ ઠકકર/જીવરાણી
આ દુનિયામાં અનેક માણસો જન્મે છે અને વિદાય લે છે.કેટલાક માણસો અતિ પ્રેરણાદાયી જીંદગી જીવી આગવી સુવાસ છોડી જાય છે.પિતા પોપટલાલ ભુદરલાલ ઠકકર તેમજ માતા ઉમિયાબેનના પરિવારમાં શિહોરી ખાતે તારીખ 13-1-1964ના રોજ જન્મેલ ભરતભાઈ ઠકકર/જીવરાણી પ્રેમ,લાગણી,રમૂજ,હાસ્ય,પરોપકારથી છલોછલ હતા.એમણે બી.કોમ.,એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો હતો.એમના દાદાજી પૂજ્ય ભુદરબાપા સંત કોટિના મહામાનવ હતા.શિહોરી ખાતે એમના પરિવારમાં સતત વેદાંતની ચર્ચા,સત્સંગ,હરિભજન ચાલુ જ રહેતાં.ભરતભાઈએ કેન્દ્ર સરકારના આઈ.ટી.વિભાગમાં 19-3-1987 ના રોજ જૂનિયર ઈન્ટેલીજન્સ ઓફિસર તરીકે દિલ્હી ખાતે સર્વિસ જોઈન્ટ કરી હતી.સર્વિસ જોઈન્ટ કર્યા બાદ તારીખ 20-5-1987 ના રોજ શિવપુરી ખાતે તેમણે ખાતાકીય તાલીમ લીધી હતી.દિલ્હી બાદ બે વર્ષ ગાંધીધામ ખાતે ફરજ બજાવી હતી. ગાંધીધામ બાદ સૂઈગામ જેવા વેરાન તેમજ સંવેદનશીલ પ્રદેશમાં સેવા આપી હતી.
સૂઈગામ બાદ વડોદરા,ગોધરા,રાધનપુર જેવાં સ્થળોએ તેમણે આઈ.બી.ઓફિસર તરીકે સેવા આપી હતી.તેમની ફરજ દરમિયાન દર વખતે કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ એન્ડ એફેર્સ ડિપાર્ટમેન્ટ તરફથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા બદલ તેમને સર્ટિફિકેટ તેમજ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.રાષ્ટ્રના હિતમાં ગમે તેવા કઠિન સંજોગોમાં ગમે તે સ્થળે ખંત અને ધગશથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર એક સંનિષ્ઠ,નિયમિત તેમજ વફાદાર અધિકારી તરીકેની આગવી ઈમેજ ધરાવતા ભરતભાઈ ઠકકરનાં લગ્ન તારીખ 23-5-1991ના રોજ ડીસાના ભોગીલાલ જગજીવનદાસ ઠકકરની સુપુત્રી ચિરંજીવી હંસાબેન સાથે ધામધૂમપૂર્વક થયાં હતાં.હંસાબેન ડીસાની પ્રાથમિક શાળામાં હાલે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.
2008-2012 દરમિયાન ભરતભાઈ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મથક શ્રીનગર ખાતે આઈ.બી.અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.એ સમયે શ્રીનગરમાં રહેવું ખૂબ જ કઠિન હતું.એ વખતે એક્ષેલેન્ટ પર્ફોમન્સ બદલ સુકૃતિ એવોર્ડથી શ્રીનગરમાં તેમનું દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.તેમની પ્રશંસનીય સેવાઓ બદલ કેન્દ્ર સરકારે તેમને એ.ડી. એટલે કે આઈ.બી.વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પ્રમોશન આપી રાજકોટ ખાતે ટ્રાન્સફર કરી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારની જવાબદારી સોંપી હતી.તેમના ઈલેકશન સેલના વિશેષ અનુભવોને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર વિભાગની વિધાનસભા ઈલેકશનની ઝીણવટપૂર્વકની માહિતી એકત્ર કરવા વિશેષ જવાબદારી સોંપી હતી.
એમની સર્વિસનો 37 વર્ષનો સમયકાળ વિવિધ શહેરોમાં વિત્યો હતો.આમ છતાં વધારે કાર્યકાળ પાલનપુર,પાટણ અમદાવાદમાં પસાર થયો હતો.તારીખ 31-1-2024ના રોજ તેઓ વયનિવૃત થયા ત્યારે અમદાવાદ ખાતે આસિસ્ટન્ટ ડાયરેક્ટરની પોસ્ટ ઉપર હતા.તેમના નિવૃતી વિદાય સમારંભમાં તેમના ખાતાના અનેક ઉચ્ચ અધિકારીઓ,સ્ટાફમિત્રો,પરિવારજનો, સ્નેહીજનો તેમજ મિત્રો સહિત સૌકોઈએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.ભરતભાઈ જીવરાણી સાચા રાષ્ટ્રપ્રેમી,ફરજપ્રેમી તેમજ પરિવારપ્રેમી હતા.તેઓ ઉચ્ચ કક્ષાનો આધ્યાત્મિક અભ્યાસ તેમજ જ્ઞાન ધરાવતા હતા.સંગીત,સાહિત્ય,કલા,પ્રકૃતિભ્રમણના તેઓ શોખીન હોવાને લીધે આ ક્ષેત્રના અનેક મહાનુભાવો સાથે તેઓ સતત ચર્ચાવિમર્શ કરતા હતા.ચિત્રકલા તેમનો આગવો શોખ હતો. અનેક મહાનુભાવોના જન્મદિવસે તેઓ તેમનો પેન્સિલ સ્કેચ બનાવી મોકલતા અને તે રીતે વિશેષ અભિનંદન આપતા હતા.
તેમની લાડકવાયી દીકરી ચિરંજીવી રિધ્ધિબેન અમદાવાદ ખાતે ચિરંજીવી નિકેતકુમાર નવલકુમાર ઠકકર સાથે પરણાવેલ છે અને સુખી છે.આ લગ્ન પણ તેમણે અને હંસાબેને ખૂબ જ ઉત્સાહ,હોંશ તેમજ ધામધૂમપૂર્વક કર્યાં હતાં.તેમનો લાડકવાયો દીકરો સચીનકુમાર ડેન્ટિસ્ટ ડોક્ટર છે અને હાલે અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરે છે.ભરતભાઈ ચાર બહેનો પ્રેમીલાબેન રોહિતભાઈ ઠકકર (થરા),નીતાબેન સુરેશભાઈ ગોકલાણી(અમદાવાદ),મીનાબેન નીખીલકુમાર ઠકકર (હારિજ) તેમજ વર્ષાબેન ચંદ્રેશકુમાર શાહનો એકનો એક ભાઈ હતો.છેલ્લા એકાદ વર્ષથી ભરતભાઈ કેન્સરની બિમારીથી આંશિક પીડાતા હતા.તેમનાં ધર્મપત્ની હંસાબેન સહિત સમગ્ર પરિવારે તેમની ખૂબ જ સારવાર અને સેવા કરી હતી.છેલ્લા એકાદ મહિનાથી તેમની બિમારી કંટ્રોલમાં આવી હતી પરંતુ ઉપરાઉપરી બેવાર હ્દયરોગનો હુમલો થતાં કેસ ગંભીર બન્યો હતો.તેમનાં ધર્મપત્ની હંસાબેન,પુત્ર સચીનકુમાર,પુત્રી રિધ્ધિબેન,જમાઈરાજ નિકેતકુમાર સહિત સમગ્ર પરિવારે ભરતભાઈને બચાવવા અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ પરમપિતા પરમાત્માના નિયત ક્રમ મુજબ જ બધું ચાલે છે.પરમાત્માના આખરી નિર્ણય આગળ આપણે બધાયે નાછૂટકે ઝૂકવું જ પડે છે એમ તારીખ 22-8-2024ના રોજ આપણા સૌ વચ્ચેથી ભરતભાઈએ આખરી વિદાય લીધી અને સ્વર્ગે સિધાવ્યા.હંસાબેન,રિધ્ધિબેન,સચીનકુમાર સહિત સમગ્ર પરિવારનો કલ્પાંત આપણને સૌને હચમચાવી મૂકે તેવો હતો.
ભરતભાઈની સ્મશાનયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્નેહીજનો,પરિચિતો,મિત્રો જોડાયા હતા.તારીખ 29-8-2024 ગુરૂવારે તેમના બેસણામાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી પરિવારજનોને આશ્ર્વાસન આપ્યું હતું.કેન્દ્ર સરકાર તેમજ રઘુવંશી લોહાણા સમાજના એક ઠરેલ,હોનહાર,પ્રેમાળ,લાગણીશીલ,કલાપ્રેમી,ઉત્સાહી,ખંતીલા,રાષ્ટ્ર વાદી,નિષ્ઠાવાન,નીડર,નિખાલસ,વફાદાર મહામાનવ એવા ભરતભાઈ જીવરાણીની વિદાય તેમના પરિવારજનો સહિત અનેકજનો માટે આઘાતજનક હતી.
જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા આપણા મલકના માયાળુ માનવી એવા ભરતભાઈના દિવ્ય અને પવિત્ર આત્માને વૈકુંઠવાસ કરાવી ચિરશાંતિ અર્પે તેવી પ્રાર્થના.ભરતભાઈનાં અનેકાનેક સારાં જીવનકાર્યોના સ્મરણ સાથે તેમને કોટિ કોટિ વંદન સહ દિવ્ય શ્રધ્ધાંજલી……
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા-ગુજરાત
મોબાઇલ:9825638643

Related posts

*HELLO MORBI:વિદેશ ઉચ્ચ અભ્યાસર્થે જતી ડીસાની કાજલ માધવાણીને પૂજ્ય જલારામ બાપાના ભજન થકી શુભેચ્છાઓ પાઠવવામાં આવી*

editor

*ઉના: વિદ્યાર્થીઓએ માંગણી સંદર્ભે નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું.*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા તાલુકાના ૯ પાસ યુવા ખેડૂતે આગવા કૌશલ્ય થકી માન.રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુની ઉપસ્થિતિમાં સન્માન મેળવ્યું*

editor

Leave a Comment