• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પડધરી પો સ્ટે વિસ્તારના કનકપુર ખોખરી ગામે થયેલ હત્યા ના આરોપીને ગણતરીના કલાકોમા ઝડપી પાડતી પડધરી પોલીસ*

પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારના કનકપુર ખોખરી ગામે થયેલ મર્ડર ના આરોપીને ગણતરીના કલાકમા ઝડપી પાડતી પડધરી પોલીસ

ગઇ તારીખ ૧૧/૧૨/૨૦૨૩ ના રોજ કલાક ૧૮/૧૫ વાગ્યે કનકસિંહ બહાદુરસિંહ જાડેજા રહે.ખોખરી (કનકપુર) તા.પડધરી જી.રાજકોટ વાળાએ પો.સ્ટે આવી જાણ કરેલ કે તેની વાડીના શેઢા પાસે કોઇ દુગર્ધ આવે છે. અને તેની વાડીએ અગાવ મજુરીકામ કરતો મજુર સાતેક દિવસથી તેના બાળકોને લઇ તેના વતનામા ચાલ્યો ગયેલ છે અને તેની પત્ની તેની સાથે નથી જેથી જે સબધે પડધરી પો.સ્ટે સ્ટેડા એટ્રી નંબર ૧૯/૨૦૨૩ કલાક ૧૮/૧૫ વાગ્યે નોંધ કરી પડધરી પોલીસ ટીમ સાથે સદરહુ જગ્યાએ ગયેલ અને સદરહુ જગ્યાએ શોધખોળ કરતા પાણીના ખાલી શેલામા એક સ્ત્રી જાતીની લાશ દાટેલ હાલતમાં મળી આવેલ જે બાબતે ઉપરી અધીકારીશ્રીને જાણ કરવામાં આવેલ અને લાશનુ ફોરેન્સીક પી.એમ.કરાવવામાં આવેલ હતુ, જે બાબતે અત્રે પડધરી પોલીસ સ્ટેશન ખાતે મરણજનારના ભાઇની ફરીયાદ પરથી પડધરી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૩૦૪૨૨૩૦૬૧૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૦૨,૨૦૧ મુજબનો ગુન્હો દાખલ કરવામા આવેલ હતો.
જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય ના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓએ દ્વારા સદરહુ ગુન્હાના આરોપીને તાત્કાલીક પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસધાને નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ શ્રી કે.જી.ઝાલા સાહેબ તથા એલ.સી.બી. પી.આઇ શ્રી વી.વી.ઓડેદરા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમો પડધરી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ જી.જે. ઝાલા તથા પડધરી પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસ ની મદદથી આ ગુન્હાના આરોપીને ગણતરીના કલાકમા પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
સંતોષભાઇ રાધેશ્યામભાઈ બુડળીયા હાલ રહે,કનકસિંહ બહાદુરસિંહ જાડેજા ની વાડીમાં કનકપુર (ખોખરીગામ) તા.પડધરી જી.રાજકોટ મુળ રહે માતમોર ગામ તા.બાગલી જી.દેવાસ
પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર જી.જે.ઝાલા પો.સબ.ઇન્સ એમ.એફ. ચોહાણ તથા એ.એસ.આઇ બી.એમ.જાડેજા પો.હેડ.કોન્સ આર.એન.ડેરૈયા પો.હેડ.કોન્સ પુનીતભાઇ અગ્રાવત તથા પો.કોન્સ યુવરાજસિહ ગોહિલ પો.કોન્સ જીતેદ્રસિંહ જાડેજા પો.કોન્સ દશરથસિંહ જાડેજા તથા પો.કોન્સ વશરામભાઇ કળોતરા પો.કોન્સ સુરેશભાઈ ઓતરાદીયા તથા ડ્રા.પો.કોન્સ હમીદબીન અરબ તથા ભાવેશભાઈ મકવાણા પો.કોન્સ એલ.સી.બી નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક*

editor

*HELLO MORBI NEWS:મોરબી જીલ્લામાં હાઇવે ઉપર રોંગ સાઇડ ચાલતા ભારે વાહન વિરૂધ્ધ ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી મોરબી જીલ્લા પોલીસ*

editor

*મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગનભાઈ વડાવીયાની સહકાર પેનલનો જળ હળતો વિજય*

Hello Morbi

Leave a Comment