• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બીજા તબકકાની મુદત માટે મોરબી એ.પી.એમ.સી.નાસભાપતિ તરીકે ભવાનભાઈ ભાગીયા બિનહરીફ વરણી કરાઈ*

ગુજરાતના ખેતીના ઉત્પન્નના બજારો બાબતના નિયમો-૧૯૬૫ ના નિયમ-૩૩(૨) ની જોગવાઈ અનુસાર તેમને મળેલ અધિકારની રૂએ નાયબ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ સુરેન્દ્રનગર શ્રી રીના બી. પટેલ દ્વારા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી તા.મોરબી જિ.મોરબીના ચુંટાયેલા અને નિયુક્ત થયેલાં સદસ્યોન કરી તા.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે બજાર સમિતિના સભાપતિની બીજા તબકકાની મુદત માટે ની ચુંટણી યોજવા માટે તા.૧૯/૧૨/૨૦૨૩ ની એજન્ડા નોટીસ અનુસાર સાધારણ સભા યોજવામાં આવી હતી.

આ સાધારણ સભામાં બજાર સમિતિના સભાપતિ તરીકે ભાગીયા ભવાનભાઈ કુંવરજીભાઈ મુ.ભૂતકોટડા તાઃ-મોરબી, જિ:-મોરબીને નિયમ-૩૩(૨) ની જોગવાઈ અન્વયે બીજા તબકકાની મુદત માટે આથી બનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવે છે. જેની લાગતા-વળગતા તમામે નોંધ લેવા સહકારી મંડળી વિઓ, ચુંટણી અધિકારી અને નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સિરામિક એસોસિએશન ના પ્રેસિડેન્ટ મનોજભાઈ એરવાડિયા નો આજે જન્મદિવસ*

editor

*મોરબી જી.જે. શેઠ કોમર્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ માટેની જાગૃતિ વ્યાખ્યાન યોજાયું*

Hello Morbi

*મોરબી માં સરકારી હોસ્પિટલ ખાતે મહિલા દિન નિમિત્તે મુસ્લિમ મહિલા નું સેવા કાર્યને બિરદાવી સન્માનિત કરી મહિલા દિન ઉજવાયો*

Hello Morbi

Leave a Comment