• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી પત્રકાર એસોસિએશન ના હોદેદારો ની ચૂંટણી યોજાઈ જેમાં સુરેશભાઈ ગોસ્વામી ની પ્રમુખપદે વરણી*

મોરબી પત્રકાર એસોસિએશન ના હોદેદારો ની ચૂંટણી યોજાઈ

પ્રમુખપદે સુરેશભાઈ ગોસ્વામી, ઉપપ્રમુખ રવિભાઈ ભડાણીયા, મહામંત્રી ભાસ્કરભાઈ જોષી, સહિત ની વરણી કરવામાં આવી

મોરબી પત્રકાર એસોસિએશન ની ૨૦૨૩ ની ટર્મ પુરી થતા વર્ષ ૨૦૨૪ ના નવા હોદ્દેદારોની ચૂંટણી તેમજ ગતવર્ષ નો હિસાબ કિતાબ ને ગતવર્ષ યોજાયેલ કાર્યક્રમો અંગે પૂર્વ પ્રમુખ હીમાંશુભાઈ ભટ્ટ ની આગેવાની માં સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી જેમાં પત્રકાર એશો મોરબી ના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ પ્રમુખ હીમાંશુ ભટ્ટ એ ગત વર્ષ ૨૦૨૩ નો હિસાબ રજૂ કર્યો હતો ગતવર્ષે યોજાયેલ એશોસીએશન ના વિવિધ કાર્યક્રમો ની માહિતી સાથો સાથ આપી હતી ને ૨૦૨૪ ના નવા વર્ષ ના હોદેદારો માટે દરવર્ષે ની જેમ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં
પત્રકાર એશો મોરબી પત્રકાર એશો ના તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રમુખપદે સુરેશભાઈ ગોસ્વામી અને જીજ્ઞેશભાઈ ભટ્ટ એ દાવેદારી નોંધાવી હતી જેમાં બહુમતી ના જોરે પ્રમુખપદે સુરેશભાઈ ગોસ્વામી,ઉપપ્રમુખપદે રવિભાઈ ભડાણીયા, બિનહરીફ મહામંત્રીપદે ભાસ્કરભાઈ જોષી, મંત્રીપદે આર્યનભાઈ સોલંકી અને ખજાનચીપદે પંકજભાઈ સનારીયા સાથોસાથ કારોબારી સભ્યોમાં અતુલભાઈ જોષી,ઋષિભાઈ મહેતા,સંદીપભાઈ વ્યાસ,સભ્યોમાં પ્રવીણભાઈ વ્યાસ,હીમાંશુભાઈ ભટ્ટ,ચંદ્રેશભાઈ ઓધવીયા,જીજ્ઞેશભાઈ ભટ્ટ,અલ્પેશભાઈ ગોસ્વામી, મહેન્દ્રસિંહ જાડેજા, હરનીશભાઈ જોષી,ધર્મેન્દ્ર વ્યાસ, સનીભાઈ વ્યાસ ની વરણી કરવામાં આવી હતી પત્રકાર એસોસિએશન મોરબી ના ૨૦૨૪ ના પ્રમુખપદે સુરેશભાઈ ગોસ્વામી અગાઉ પણ મોરબી પ્રેસ એસોસીએશન ના પ્રમુખપદે સફળ કામગીરી કરી ચુક્યા છે શાંત સરળ અને લાગણીશીલ સ્વભાવ ધરાવતા સુરેશભાઈ ગોસ્વામી એ પ્રજાલક્ષી પ્રશ્નો ને ઉજાગર કરી ને મોરબી મીડિયા જગતમાં આશરે છેલ્લા 3 દાયકા થી એક તટસ્થ,નીડર અને પ્રામાણિક પત્રકાર ની ઓળખ ઉભી કરી છે.સમસ્યાઓ ને નીડરતા પૂર્વક વાચા આપી રહ્યા છે જેથી તેઓ રાજકીય,વહીવટીતંત્ર, પોલીસ, સામાજીક સંસ્થાઓમાં સારી લોકચાહના ધરાવે છે પત્રકાર એશોસીએશન મોરબી ના ૨૦૨૪ ના હોદ્દેદારોની ચૂંટણી માટે ચૂંટણીપૂર્વે ભારે ઉત્તેજના જોવા મળી હતી જેમાં આજે સર્કિટ હાઉસ ખાતે બહુમતી ના જોરે પ્રમુખપદે સુરેશભાઈ ગોસ્વામી, ઉપપ્રમુખ રવિભાઈ ભડાણીયા, મહામંત્રી ભાસ્કરભાઈ જોષી, મંત્રીપદે આર્યનભાઈ, ને ખજાનચી તરીકે પંકજભાઈ સહિતની વરણી કરવામાં આવી હતી ત્યારે આગામી વર્ષમાં પત્રકાર એસોસિયેશન ના નવા હોદેદારો પણ નવા નવા કાર્યક્રમો કરવામાં આવશે તેવું નવા પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાના હોદેદારોનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું સન્માન*

editor

*જોડિયા તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો*

Hello Morbi

*શાંતિધામ ડીસા ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલ સરકારી દવાખાનું*

Hello Morbi

Leave a Comment