• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મહેસાણા લોહાણા સમાજનું ગૌરવ વધારતા ડો.કેતુલકુમાર ઠકકર*

મહેસાણા લોહાણા સમાજનું ગૌરવ વધારતા ડો.કેતુલકુમાર ઠકકર
મહેસાણા વણીકર કલબમાં વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ એકટીવીટી સતત ચાલુ જ હોય છે.બેડમીન્ટન,સ્વિમિંગ,જીમ,કરાટે,સ્કેટિંગ,લોન ટેનિસ,ટેબલ ટેનિસ જેવી રમતોનું કોચીંગ કોચ દ્રારા આપવામાં આવે છે.
વણીકર ક્લબ દર વર્ષે આ બધી રમતોનું ડિસેમ્બર મહિનામાં ઓપન ટુર્નામેન્ટનું સુચારૂ આયોજન કરે છે.આ ટુર્નામેન્ટમાં દરેક જિલ્લાના ખેલાડીઓ હોંશેહોંશે ભાગ લે છે.
આ વર્ષે લોન ટેનિસની ટુર્નામેન્ટમાં વેટર્ન ડબલ કેટેગરીમાં મહેસાણાના ડો.કેતુલકુમાર જગદીશભાઈ ઠકકર તેમજ અમદાવાદના મહેશ રાવલ વિજેતા બન્યા હતા.
ડો.કેતુલકુમાર ઠકકર છેલ્લા છ વર્ષથી નિયમિતપણે સવારે વણીકર ક્લબમાં જાય છે અને લોન ટેનિસ રમે છે.ડો.કેતુલકુમાર ઠકકરે લોન ટેનિસમાં વિજય પ્રાપ્ત કરી મહેસાણા લોહાણા સમાજનું ગૌરવ વધારતાં સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કરેલ છે.તેમનાં ધર્મપત્ની શ્રીમતી ઉર્વશીબેન ઠકકર સંગીત,કલા,નૃત્ય ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી રહેલ છે.
શ્રી લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે ડો.કેતુલકુમાર ઠકકરને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા ની વિશેષ ઉપસ્થિતી માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાઈ.*

editor

*જોડીયા ના બાલંભા ના ઉદાસીન આશ્રમ ના મહંત વિરૂઘ્ધ મહિલાએ નોધાવી દુષ્કર્મ ની ફરિયાદ*

Hello Morbi

લગ્ન સમારોહમાં હજારો લોકો ભેગા થયા, નિયમોનો ભંગ, સાંસદ પૂનમ માડમ, ગીતા રબારી પણ હાજર

Hello Morbi

Leave a Comment