• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા ખાતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની સલામતિ અર્થે સેન્સેટીવ એરિયા નો ડ્રોન ઝોન*

મોરબી જિલ્લામાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મૂ આગામી ૧૨/૦૨/૨૦૨૪ ના રોજ ટંકારા ખાતે મુલાકાતે પધારનાર છે. મહાનુભાવશ્રી ‘બ્લુ બુક’ મુજબની સુરક્ષા કવચ ધરાવે છે. જેથી તેઓશ્રીની સલામતી અર્થે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લતીપર ચોકડી થી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ડ્રોન તથા અન્ય યુ.એ.વી. ન ઉડાડવા બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ લતીપર ચોકડીથી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ડ્રોન તથા અન્ય યુ.એ.વી. સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન ન ઉડાડવા મનાઈ ફરમાવેલ છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. ૧૧/૦૨/૨૦૨૪ થી તા. ૧૨/૦૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

Related posts

*ભારતીય જનતા પાર્ટીના જામનગર જિલ્લાના પ્રમુખશ્રી રમેશભાઈ મુગરા ના વરદ હસ્તે પ્રમાણપત્ર અને સિલ્ડ અર્પણ કરવામાં આવ્યું હતું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ચેક બાઉન્સ કેસમાં આરોપીને નિર્દોષ ઠેરાવી છોટી મૂકવાનો હુકમ હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ*

editor

*HELLO MORBI: વાંકાનેરમાં નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થી હસ્તે તિરંગા ને ફરકાવી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આપી સલામી*

editor

Leave a Comment