• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવા માં આવ્યો*

*મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવા માં આવ્યો.*

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે આજરોજ મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેર ની સિવિલ હોસ્પીટલ ખાતે ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવા માં આવ્યો હતો. આ પ્રેરક કાર્ય માં શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના વંદનાબેન ઘેલાણી, રીનાબેન ચૌહાણ, ટીશાબેન ચૌહાણ, મંજુલાબેન સહીતના અગ્રણીઓ તેમજ સારથી કૌશલભાઈ જાની જોડાયા હતા. ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમ થી મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે પ્રસુતાઓ તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને સેવા પ્રદાન કરવામાં આવશે તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને પકડીપાડતીએસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI:ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કર્યા*

editor

*HELLO MORBI:મોરબીના જડેશ્વર ખાતેના ભાતીગળ મેળાનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ*

editor

Leave a Comment