• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમોમાં કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા સૂચના*

મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ ધંધાર્થી એકમો, ઔધોગિક એકમો, વાણિજ્ય એકમો (દુકાનો/શો રૂમ) તમામને આર.પી.એક્ટ, ૧૯૫૧ ની કલમ નં.૧૩૫(બી) અનુસાર આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ ના મતદાનના દિવસે તા.-૦૭/૦૫/૨૦૨૪ મંગળવારના રોજ તેમના હસ્તકના એકમોમાં કામ કરતા કર્મચારીઓ/રોજમદાર/કારીગરો/સ્ટાફને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે. તેઓના પગારમાંથી આ દિવસને લગત કોઈ પણ પ્રકારની કપાત કરવાની રહેશે નહી. ઉપરોક્ત આદેશાત્મક સૂચનનો અમલ ન થયે દંડનીય કાર્યવાહીની જોગવાઈ છે તેવું મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: મીઠાના અગરમાં કામ કરતાં મજૂર માટે આશીર્વાદ રૂપ પ્રધાનમંત્રી આવાસ યોજના*

editor

*ડીસાના ગાંધીવાદી નટુભાઈ વ્યાસનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો*

editor

Leave a Comment