• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

વિત્ત મંત્રીએ મોટા આર્થિક સુધારાના આપ્યા સંકેત, કહ્યું- સરકારી કંપનીઓ વેચવાનો એજન્ડા ચાલુ રાખીશું

ભારતને વૈશ્વિક રોકાણનું પ્રમુખ કેન્દ્ર કે હોટસ્પોટ બનાવવા માટે આર્થિક સુધારાની ગતિ આ ઝડપથી જ ચાલુ રહેશે તેવો ભરોસો વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે ઈન્ડસ્ટ્રીને દર્શાવ્યો છે. નિર્મલા સીતારમણે સોમવારે ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) દ્વારા આયોજિત એક વર્ચ્યુઅલ કાર્યક્રમને સંબોધિત કરતાં આ વાત કહી હતી. વિત્ત મંત્રીએ કહ્યું કે, સરકાર ભારતને રોકાણનું કેન્દ્ર બનાવવાની દિશામાં પગલાંઓ ભરી રહી છે. આર્થિક સુધારાઓને ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત તેઓએ ભવિષ્યમાં હજુવધારે મોટા સુધારાઓનાં પણ સંકેત આપ્યા હતા. તેઓએ કહ્યું કે, મોટા પાયે હજુ વધારે સુધારાઓ માટે પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

ANI
@ANI
In the present pandemic times when the headwinds to growth have exacerbated, the reforms momentum has continued and will continue in the future as well: Union Finance Minister Nirmala Sitharaman (file photo)

Image

નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતે કોવિજ 19 મહામારીથી પેદા થયેલ સંકટને આર્થિક સુધારાઓને પુશ આપવાનો અવસર બનાવી લીધો છે. આ સુધારા અનેક દશકોથી પેન્ડિંગ હતા. મહામારીના સમયમાં પણ આપણા પીએમે મોટા સુધારા કરવાનો મોકો ગુમાવ્યો નહીં. આગળ તેઓએ કહ્યું કે, નાણાકીય સેક્ટરને પ્રોફેશનલાઈઝ કરવામાં આવી રહ્યું છે અને સરકાર પોતાના વિનિવેશના એજન્ડાને આગળ પણ ચાલુ રાખશે.
CIIના કાર્યક્રમમાં મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે આશા વ્યક્ત કરી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં બારત કરન્ટ એકાઉન્ટમાં ખોટ નહીં પણ સરપ્લસ નોંધાવશે. કોવિડ 19 મહામારીને કારણે અર્થવ્યવસ્થામાં ઉત્પાદન વધારે છે અને તેના જવાબમાં માગ ઓછી છે. એટલે કે અંડર હીટિંગની સ્થિતિ છે. જેને કારણે ઈમ્પોર્ટ ઘટશે. અને તેનાથી દેશ સરપ્લસ હાંસલ કરશે.

Related posts

*HELLO MORBI:શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ સમુહ પાઠ*

editor

*HELLO MORBI:મારી માટી મારો દેશ’- ઈસ ધરતી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી ટંકારા તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:મોરબી સીટી બી ડિવીઝન પો,સ્ટે વિસ્તારના મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે ચોરી કરનાર ઇસમને પકડી પાડતી મોરબી સીટી બી ડીવી પોલીસ*

editor

Leave a Comment