• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:દેહદાન જાહેર કરનાર ડીસાના સેવાભાવી મફતલાલ મોદીનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ શાનદાર સન્માન*

દેહદાન જાહેર કરનાર ડીસાના સેવાભાવી મફતલાલ મોદીનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ શાનદાર સન્માન
ચક્ષુદાનના પ્રણેતા અને પ્રચારક,અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ,89 વર્ષના વયસમૃધ્ધ નવયુવાન ડીસાના મફતલાલ મોદીએ દેહદાનની જાહેરાત કરતાં સમગ્ર પંથકમાં એમની વાહ વાહ થઈ રહી છે.
મફતલાલ મોદીનું દબદબાભેર શાનદાર સન્માન કરવા ડો.સી.કે.પટેલના અધ્યક્ષસ્થાને જલારામ મંદિર ડીસા ખાતે એક કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય આયોજન કરાયું હતું.સીનિયર સીટીઝન સાંઈબાબા ભકત મંડળના પ્રમુખ રસિકભાઈ ચાંપાનેરી,ઈશ્ર્વરભાઈ જોષી,કાંતિભાઈ ગોસાઈ,ઈશ્ર્વરભાઈ કાનૂડાવાળા,દેવચંદભાઈ એન.ઠકકર સહિત સૌએ ભજનોના માધ્યમથી વાતાવરણને સુગંધિત બનાવ્યું હતું.
આ અવસરે સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,બળદેવભાઈ રાયકા,નટુભાઈ પટેલ,યશવંત મહારાજ,ડો.કિશોરભાઈ આસનાની,શારદાબેન આચાર્ય,પૂજાબેન કે.ઠકકર,ઈશ્ર્વરભાઈ રાવળ,નાથાલાલ ખત્રી,નરેશભાઈ ઉડેચા,કમલેશભાઈ રાચ્છ,દીલીપભાઈ રતાણી,આનંદભાઈ પી.ઠક્કર,કલ્પેશભાઈ-લાલાભાઈ,હસુભાઈ પોપટ,રામજીભાઈ પટેલ,મહેશભાઈ મનવર,ચંદુભાઈ એટીડી,બાબુભાઈ પટેલ,પ્રેમજીભાઈ પટેલ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ મફતલાલ મોદીનું કંકુતિલક,સાલ,ફૂલછડીથી સન્માન કરી અભિનંદન સાથે તંદુરસ્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સમયબધ્ધ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.મફતલાલ મોદીએ સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.સૌએ જલારામ મંદિર ખાતે મહાઆરતીમાં ભાગ લઈ પૂજ્ય જલારામ બાપાનો ખીચડી-કઢી પ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

*મોરબી ની નીલકંઠ વિદ્યાલયમાં રક્તદાન કેમ્પ યોજાયો*🩸

Hello Morbi

દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી તેમજ રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી ૮મી જાન્યુઆરી સુધી સવારના ૭:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી

Hello Morbi

*નવા વર્ષે ના દિવસે જ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ ખુલ્લો મુકાશે : જયસુખભાઈ પટેલ એમડી ઓરેવા ગ્રુપ*

Hello Morbi

Leave a Comment